News of Friday, 9th January 2026
વોર્ડ નં.૧૨માં વિવિધ સોસાયટીના રસ્તાઓ બનશે ટનાટન
ડામર રી-કાર્પેટ કામનો પ્રારંભ કરાવતા સાંસદ પરશોતમભાઇ રૂપાલા

રાજકોટ, તા.૯ : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં આવેલ આકાશદીપ, ન્યૂ આકાશદીપ, રાજ સોસાયટી, ડી.એમ પાર્ક, શિવ સોસાયટી, પંચનાથ સોસાયટી રામેશ્વર પાર્ક, શક્તિનગર જલારામ સોસાયટી હરિદ્વાર સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, પૂર્વ મેયર અને કોર્પોરેટર ડૉ.પ્રદીપભાઈ ડવ, કોર્પોરેટર મિત્તલબેન લાઠીયા, પ્રભારી નરસિંહભાઈ કાકડીયા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ પંડ્યા, મહામંત્રી ધીરજભાઈ મુગરા, મહેશભાઈ ભરડવા, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ કિશનભાઇ ટીલવા, શહેર મહિલા મોરચા મહામંત્રી કિરણબેન હરસોડા, શિક્ષણ સમિતિ સભ્ય મનસુખભાઈ વેકરીયા, ઉપપ્રમુખ કિસાન મોરચો શહેર ભાજપ દશરથસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ યોગેન્દ્ર સિંહ જાડેજા, સતીશ ટોડીયા, પરેશભાઈ સગપરિયા, ચેતનભાઇ હિરપરા, અલ્પાબેન જાદવ, કનકબા ડાભી, જય ગજજર, રાજભા જાડેજા, મેહુલભાઈ ડાંગર, ભાવેશભાઈ ખીમાણીયા, વિરલ રાઠોડ, કિશોરભાઈ પરમાર, રામભાઈ રામાનુજ, સુરેશભાઈ સિદપરા, ચેતનભાઇ લાઠીયા, જયરાજસિંહ રાઠોડ, હરદીપસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહેલ હતા.
(3:35 PM IST)










