<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ચોખ્‍ખી ચણાંક શાળા-હોટલ-હોસ્‍પિટલ-સરકારી ઓફીસ-માર્કેટ વચ્‍ચે સ્‍પર્ધા

રાજકોટને સ્‍વચ્‍છતામાં નંબર વન બનાવવા મનપાની કવાયત શરૂ : ર૦ જાન્‍યુઆરી સુધીમાં www.rmc.gov.in ઉપર ઓનલાઇન ફોર્મ ભરવું : સ્‍વચ્‍છ સર્વેક્ષણને ધ્‍યાને લઇ સમાજમાં સ્‍વચ્‍છતા જાગૃતિ કેળવવા સ્‍વચ્‍છતા રેન્‍કીંગનું આયોજન

રાજકોટ તા.૯: શહેરના તમામ હોટલ સંચાલકો, તમામ હોસ્‍પીટલ, તમામ સ્‍કુલ સંચાલકો, તમામ રેસિડન્‍સ વેલ્‍ફેર એસોસીએશન/મોહલ્લાના પ્રમુખ, માર્કેટ એસોસીએશન, તમામ સરકારી કચેરીને આથી જાણ કરવામાં આવે છે. આગામી સ્‍વચ્‍છ સર્વેક્ષણ-૨૦૨૫-૨૦૨૬ને ધ્‍યાને લઈને સમાજમાં સ્‍વચ્‍છતા અંગે જાગળતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ સ્‍કુલ, સ્‍વચ્‍છ હોટલ, સ્‍વચ્‍છ હોસ્‍પીટલ, સ્‍વચ્‍છ રેસિડન્‍સ વેલ્‍ફેર એસોસીએશન/મોહલ્લા, સ્‍વચ્‍છ સરકારી ઓફિસ તથા સ્‍વચ્‍છ માર્કેટ એસોસિએશન માટે સ્‍વચ્‍છતા રેન્‍કિંગનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સ્‍વચ્‍છતા રેન્‍કિંગ દર મહિને યોજવામાં આવનાર છે.

આ સ્‍વચ્‍છતા રેન્‍કિંગમાં ભાગ લેનારને સ્‍વચ્‍છતાના જુદા-જુદા પેરામીટર્સ જેમ કે, ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર, સર્વિસ મેઇન્‍ટેનન્‍સ અને લોકોના ફીડબેક ઉપર દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તળતીય નંબરના વિજેતાનું સન્‍માન કરવામાં આવશે. આ સ્‍વચ્‍છતા રેન્‍કીંગમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ WWW.RMC.GOV.IN  ઉપરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

(૧) સ્‍વચ્‍છતા જાગળતિ તથા સિંગલ પુઝ પ્‍લાસ્‍ટિક પ્રતિબંધ અંગેના બેનર તથા ર્હોડિંગ લગાવવાના રહેશે તેમાં સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૫નો લોગો લગાવો ફરજીયાત છે (સ્‍વચ્‍છતા સર્વેક્ષણ-૨૦૨૫નો લોગો પ્રોગ્રામ ઇમ્‍પલીમેન્‍ટેશન યુનિટ (આઈ.ઈ.સી.સેલ) પ્રથમ માળ રૂમ નં-૭, ઢેબર રોડ, સેન્‍ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા (ફોન નં- ૨૨૨૮૧૭૭ મળી રહેશે. (૨) આ સ્‍વચ્‍છતા રેન્‍કીંગનો આખરી નિર્ણય મ્‍યુનિસિપલ કમિશનર અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર હસ્‍તગત SWM કમિટીનો રહેશે. જે દરેક ભાગ લેનાર સંસ્‍થાઓને બંધનકર્તા રહેશે. (૩) ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૦/૦૧/૨૦૨૬ રહેશે. (૪) સ્‍વચ્‍છતા રેન્‍કિંગ સ્‍પર્ધામાં વિવિધ માપદંડો જેમ કે પરિસરની સ્‍વચ્‍છતા, શૌચાલયનું બાંધકામ તથા સ્‍વચ્‍છતા, દાદરા-લોબીની સ્‍વચ્‍છતા, કચરાપેટીની વ્‍યવસ્‍થા, ભીના તથા સુકા કચરાના નિકાલની વ્‍યવસ્‍થા, પીવાના પાણીની વ્‍યવસ્‍થા વિગેરે રહેશે.

(3:36 PM IST)