<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

કામે રહ્યાના ચોથા જ દિવસે બંગાળી ૩૬ાા લાખનું સોનુ ચોરી ‘છૂ'

સોની વેપારી બાર વર્ષ પહેલા સુરતમાં નોકરી કરતાં ત્‍યારે અક્ષય બંગાળી સાથે ઓળખાણ થઇ હોઇ વિશ્વાસ રાખી કામે રાખ્‍યો હતોઃ રામાનાથપરાના ઘરને પણ તાળુ : સોની બજાર દરબારગઢમાં ઘરની નીચેના ભાગે માણેક ગોલ્‍ડ કાસ્‍ટીંગ નામે સોનાના દાગીના બનાવવાનું કારખાનુ ચલાવતાં કલ્‍પેશભાઇ કાતરીયાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે બંગાળના અક્ષય બાઉળી સામે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

સોનુ ચોરીને ભાગી ગયેલો અક્ષય સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો

રાજકોટ તા. ૯: શહેરમાં વધુ એક બંગાળી કારીગર સોની બજારના વેપારીને ત્‍યાં કામે રહ્યા બાદ લાખોનું સોનુ ચોરી ભાગી ગયો છે. સોનાના દાગીના મજુરો પાસે બનાવડાવવાનું કામ કરતાં આહિર યુવા વેપારી બાર વર્ષ પહેલા સુરતમાં જ્‍વેલર્સમાં નોકરી કરતાં હોઇ ત્‍યાં આ બંગાળી કારીગર પણ નોકરી કરતો હોઇ પરિચય થયો હતો. આઠ વર્ષ સુધી કોઇ સંપર્ક નહોતો. દરમિયાન આ કારીગર અચાનક રાજકોટ આ વેપારીના કારખાને આવ્‍યો હતો અને પોતે હાલ રામનાથપરામાં રહે છે અને કામની જરૂર છે તેમ કહી દાગીના બનાવવાના કામે જોડાયો હતો. જો  કે ચોથા જ દિવસે વેપારી યુવાન તિજોરીમાં ચાવી ભુલી ગયા હોઇ અને ઉપરના ઘરમાં નાસ્‍તો કરતાં હોઇ ત્‍યારે આ બંગાળી કારીગર ૩૬.૫૧ લાખનું સોનુ ચોરી ભાગી ગયો હતો.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે સોની બજાર દરબારગઢ ચોક ઘેલા રામજીની શેરી માધવ મકાન ખાતે રહેતાં અને ઘરની નીચેના ભાગે જ માણેક ગોલ્‍ડ કાસ્‍ટીંગ નામના કારખાનામાં બેસી સોનાના દાગીના મજુર રાખીને બનાવવાનું કામ કરતાં કલ્‍પેશભાઇ મથુરભાઇ કાતરીયા-આહિર (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી મુળ પશિચમ બંગાળ હુગલીના તાડકેશ્વર એરીયાના બંગાળી કારીગર અક્ષય બાઉળી વિરૂધ્‍ધ ચોરીનો ગુનો નોંધ્‍યો છે.

 કલ્‍પેશભાઇ કાતરીયાએ જણાવ્‍યું છે કે હું પરીવાર સાથે રહુ છુ અને મારા ઘરે નીચેના ભાગે સોનાના દાગીના બનાવવાનું કામ કરું છું. મેં દાગીના બનાવવા માટે ત્રણ કારીગર-મજૂર રાખ્‍યા છે. આજથી બારેક વર્ષ પહેલા હું સુરત અમર જવેલર્સ ફેક્‍ટરીમાં નોકરી કરતો હતો. ત્‍યારે ત્‍યાં પヘમિ બંગાળનો અક્ષય ભાઉળી પણ નોકરી કરતો હોઇ જેથી તેની સાથે મારો પરિચય થયો હતો. બાદ હું છેલ્લા આઠ-નવ વર્ષથી મારા ઘરે ગ્રાઉન્‍ડ ફલોરમાં સોનાના દાગીના બનાવવાનું કામ  કરુ છું. દરમિયાન તા. ૧/૧૦/૨૫ના રોજ અચાનક જ અક્ષય બાઉળી મારા કારખાને આવેલ અને કામે રાખવાનુ કહેતા મેં તેને કામે રાખ્‍યો હતો.

અક્ષયએ પોતે રાજકોટમાં  રામનાથપરા શેરી નં. ૧૪ મા રહેતો હોવાનું કહ્યું હતું. જુનો પરિચય હોઇ જેથી વિશ્વાસ રાખી મેં તેને દાગીના બનાવવાના કામ માટે રાખ્‍યો હતો. બાદ તા. ૪/૧૦/૨૫ના રોજ રાબેતા મુજબ સવારના નવેક વાગ્‍યે મેં મારા ઘર નીચેના ભાગે આવેલુ મારું કારખાનુ ખોલ્‍યું હતું.  થોડીવાર બાદ મારા પત્‍નિ ત્રીગુણાએ મને ફોન કરી નાસ્‍તો કરવા બોલાવતાં હું ઉપર નાસ્‍તો કરવા ગયો હતો. હું નાસ્‍તો કરતો હતો ત્‍યારે મારા ઘરની બેલ વાગતાં મારા પત્‍નિએ નીચે જઈ દરવાજો ખોલ્‍યો હતો  અને ઉપર આવી મને વાત કરેલ કે નવો કારીગર અક્ષય બાઉળી આવ્‍યો છ.ે

આ વખતે મને અચાનક યાદ આવેલ કે મે કારખાનામાં તીજોરી ખોલેલ છે તેની ચાવી તીજોરીમાં જ રહી ગયેલ છે. જેથી હું તુરત જ નીચે મારા કારખાનામાં જતા ત્‍યા અક્ષય બાઉળી જોવા મળ્‍યો નહોતો. મેં તીજોરીમા જોતાં પાર્ટી તરફથી આવેલ પ્‍યોર સોનુ વજન ૨૭૦.૨૮૦ ગ્રામ તથા અઢાર કેરેટ સોનાનો ભુકો વજન આશરે ૩૮.૭૪૦ ગ્રામનો જોવા મળ્‍યા નહોતાં.  જેથી મેં ઘરની બહાર શેરીમા જોતા આ અક્ષય બાઉળી પણ જોવા મળ્‍યા નહોતો. મેં તેના મોબાઇલમાં ફોન કરતાં ફોન બંધ આવતો હતો. આથી તેના રામનાથપરા શેરી નં. ૧૪માં આવેલા ઘરે જઇ તપાસ કરતા ત્‍યાં પણ મળી આવેલ નહી. આ પછી આજ સુધી મેં મારી રીતે તેની શોધખોળ ચાલુ રાખી હતી. પરંતુ પત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી.

અક્ષય કામે રહ્યાના ચોથા જ દિવસે મારા કારખાનામાં તિજોરીમાં ચાવી ભુલાઇ ગઇ હોઇ તેમાંથી વેપારીનું ફાઇન સોનુ દાગીના બનાવવા આપેલ તે વજન ૨૭૦.૨૮૦ ગ્રામ જેની કિંમત રૂ. ૩૨,૯૭,૪૧૬ તથા અઢાર કેરેટ સોનાનો ભુકો વજન આશરે ૩૮.૭૪૦ ગ્રામ જેની કિમત રૂા. ૩,૫૪,૧૦૦ મળી કુલ રૂા. ૩૬, ૫૧, ૫૧૬ની થાય તે સોનુ અક્ષય ચોરી ગયો હતો. તેમ વધુમાં કલ્‍પેશભાઇએ જણાવતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:42 PM IST)