<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

વાલમ બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા સંગીત સંધ્‍યાનો કાર્યક્રમ યોજાયોઃ નવા-જુના ફિલ્‍મી ગીતો ઉપર જ્ઞાતિજનો ઝુમી ઉઠયા

 

રાજકોટ, તા.૯: વાલમ બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા તા.૪-૦૧-૨૦૨૬, રવિવારના રોજ વાલમ બ્રાહ્મણ જ્ઞાતિના કલાકારો માટે માતુશ્રી મુક્‍તાબેન વામનભાઈ વ્‍યાસ કોમ્‍યુનિટી સેન્‍ટર, ગોંડલ રોડ, રાજકોટ ખાતે એક સુંદર સંગીતમય સંધ્‍યાનું આયોજન કરવામાં આવ્‍યું.હતુ જેમાં જ્ઞાતિના પચીસથી વધારે કલાકારો દ્વારા કરાઓકે ટ્રેક પર જૂના-નવા ગીતોની સુંદર પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી. આ કાયૅક્રમા કેટલાક કલાકારો તો પ્રોફેશનલ કક્ષાની ગાયકીનો અંદાજ ધરાવતાં હતા તેઓ સહુને ઉપસ્‍થિત શ્રોતાઓએ દિલથી વધાવ્‍યા અને મનભરીને માણ્‍યાં. ચી. દેવજ રૂપેશભાઈ ઉપાધ્‍યાય નામના એક નાનકડા ઉસ્‍તાદે તબલાવાદન દ્વારા ઉપસ્‍થિત તમામના મન મોહી લીધાં. તો ૭૫ વર્ષની ઉંમરે ઉષાબેન પંડ્‍યાએ ગુજરાતી ગીત રજુ કરી સૌને આヘર્યચકિત કરી દીધા હતા.

આ સંગીતમય સાંજને માણવા જ્ઞાતિના સંગીતરસિકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત હતાં. મહિલા મંડળના બહેનો દ્વારા કાર્યક્રમની સફળતા માટે અલ્‍પાહાર સહિતની સુચારુ વ્‍યવસ્‍થા કરવામા આવેલ હતી. ઉપસ્‍થિત તમામ શ્રોતાઓએ પોતાના આર્થિક સહયોગ દ્વારા મહિલામંડળની પ્રવળતિને પ્રેરક પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું. મહિલામંડળનાં બહેનો મંચ પરનાં અને પરદા પાછળ રહીને ઉત્‍સાહભેર જોડાયેલાં તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કરે છે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી નેહલબેન નયનભાઈ વ્‍યાસ દ્વારા કરવામાં આવ્‍યું હતુ. આ તકે વાલમ બ્રાહ્મણ મ્‍યુઝિક લવર્સ ગળપનો શુભારંભ કરવામાં આવ્‍યો એ પણ એક સીમાચિホરૂપ ઘટના બની છે.

વાલમ બ્રાહ્મણ મ્‍યુઝિક લવર્સ ગળપમાં જોડાવા માટે જ્ઞાતિજનોને શ્રીમતી ચેતનાબેન અશોકભાઈ પાણેરી મો. નં. ૯૪૨૮૩ ૭૪૭૦૦ શ્રીમતી નેહલબેન નયનભાઈ વ્‍યાસ મો.નં. ૮૭૮૦૦૫૭૭૩૭ નો સંપર્ક કરવો તેમ જણાવાયું છે સંગીત સંધ્‍યાના કાયૅક્રમને સફળ બનાવવા મહિલા મંડળના શોભનાબેન પંડ્‍યા, નીતાબેન વ્‍યાસ, ચેતનાબેન પાણેરી, નેહલબેન વ્‍યાસ, દેવયાનીબેન પંડ્‍યા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:43 PM IST)