News of Friday, 9th January 2026
મા આનંદમયી કન્યા વિદ્યાલયમાં વિજ્ઞાન જાથાનો જાગૃતી કાર્યક્રમ સંપન્નઃ

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મા આનંદમયી કન્યા વિદ્યાલયના છાત્રાઓમાં અંધશ્રદ્ધા દૂર કરવાનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. સોશ્યલ મિડીયા શકિતશાળી સાધન સાથે વધુ પડતો ઉપયોગ બેદરકારી વિનાશ નોતરે છે તેની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. વિજ્ઞાન જાથાનાં ૧૦૦૭રમાં કાર્યક્રમમાં રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી, માલવીયાનગ પોલીસ સ્ટેશને પુરતો સ્ટાફ ફાળવ્યો હતો. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદઘાટન પ્રિન્સીપાલ લીનાબેન ત્રિવેદીએ કરેલ, આ પ્રસંગે શૈક્ષણિક સ્ટાફમાં રાયધનભાઇ ગરચર, મુકેશભાઇ અઘેરા, સિમતાબેન મજેઠીયા, શ્રીપાબેન ઉચાટ, ભગવતીબેન ધાંધલ સહિતે હાજરી આપી હતી. જાથાના રાજય ચેરમેન- એડવોકેટ જયંત પંડયાએ છાત્રાઓને રસપ્રદ માહિતી આપી તેમાં વર્તમાન સમયે સોશ્યલ મિડીયાના પ્રભાવની વાત કરતાં તેઓએ જણાવેલ કે સોશ્યલ મિડીયા એક ખુલ્લી દુનિયા આપે છે, પરંતુ આ દુનિયા ઘણી વખત નિર્દય સાબિત થાય છે. અહી તુલના સતત ચાલે છે.
સફળતાદેખાવડવામાં આવે છે અને સંઘર્ષ છુપાવવામાં આવે છે. સોશ્યલ મિડીયા પાસે સકારાત્મક શકિત છે, એ વાત નકાી શકાય તેમ નથી. શૈક્ષણિક સામગ્રી, સર્જનાત્મક અભિવ્યકિત, વિચર વિનિમય અને દૂર રહેલા લોકો સાથે જોડવાની તક આ માધ્યમ આપે છે. સુરત સત્ય શોધક સભાના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઇ દેગામીએ મુંજાવરની વેશભૂષામાં પ્રયોગ નિદર્શન કરી છાત્રાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમત્કારો પાછળના રહસ્યોની પોલખોલ કરી હતી. જાથાના સદસ્યા ભાનુબેન ગોહિલે માથા ઉપર સળગતી સગડી રાખી પ્રયોગ રજૂ કર્યો હતો. આ પ્રયોગમાં એકના ડબલ, અગ્નિનું આપોઆપ સળગવું કંકુ પગલા થવા, શ્રીફળમાંથી ચોંટી જવું, કર્ણપિશાચ વિદ્યા, કાનેથી ચિઠ્ઠી વાંચવી, ભુવાની સાંકળ મારવાની ડીંડકલીલા, હાથ-માથા ઉપર દિવા, બોલતું તાવિજ, મોંમા અંગારા ખાવા, હઝરતમાં જેવું બેડી તુટવી, હાથમાં કંકુ-લોહી નીકળવું વિગેરે પ્રયોગ નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યા હતા. જાથાના રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ સાહિલ રાજદેવ, રવિ પરબતાણી, સિધ્ધાર્થ દેગામી સુરત, ભાનુબેન ગોહિલ પ્રયોગમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન આચાર્યા લીનાબેન ત્રિવેદીએ કર્યુ હતું .
(4:05 PM IST)










