<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

કાલે રાજકોટના ગગનમાં છવાશે રંગબેરંગી પતંગો

મ્‍યુનિ. કોર્પોરેશન અને પ્રવાસન નિગમ લીમીટેડના સંયુકત ઉપક્રમે રેસકોર્ષમાં આયોજન : વિવિધ દેશોના ર૧ સહિત કુલ ૧પ૦ થી વધુ પતંગબાજો આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવમાં જોડાશે : મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્‍તે પ્રારંભ

રાજકોટ, તા., ૯: મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્‍ત ઉપક્રમે આવતીકાલ તા.૧૦/૦૧/૨૦૨૬ શનિવારના રોજ કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૬ યોજાશે. આ મહોત્‍સવમાં કુલ-૨૧ દેશો તથા ભારતના વિવિધ રાજ્‍યો સહિત ૧૩૫ થી વધુ આંતરરાષ્‍ટ્રીય પતંગબાજો આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવમાં ભાગ લેનાર છે.  

આ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવનો શુભારંભ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્‍તે કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા  જણાવે છે કે, ગુજરાત રાજ્‍યના તત્‍કાલિન મુખ્‍યમંત્રી અને હાલના ભારત દેશના વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્‍થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષે  રાજ્‍યના વિવિધ શહેરોમાં આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ યોજવાની શરૂઆત કરવામાં આવેલ હતી. જે મુજબ આ વર્ષે પણ રાજ્‍ય સરકારશ્રી દ્વારા આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવનુ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્‍ત ઉપક્રમે રાજકોટ ખાતે આવતીકાલે તા.૧૦  શનિવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે આયોજન કરેલ છે. આ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવમાં વિવિધ દેશો તથા ભારતના વિવિધ રાજ્‍યોના પતંગબાજો આ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવમાં ભાગ લેનાર છે.

આ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવનો શુભારંભ ગુજરાતના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્‍તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેશે.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજ્‍યસભાના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ  ડો.માધવભાઈ દવે, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેક્‍ટર પ્રભવ જોષી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્‍થિત રહેશે.  

 આ ‘‘આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૬''માં ઓસ્‍ટ્રેલીયા, બ્રાઝિલ, કોલમ્‍બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્‍ડ, સ્‍વીડન, યુનાઈટેડ કિંગડમ જેવા કુલ-૨૧ દેશો તથા ભારતના મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, બિહાર, ઉડીશા, તામિલનાડુ, સિક્કિમ, વેસ્‍ટ બેંગાલ જેવા વિવિધ રાજ્‍યો સહિત ૧૩૫ થી વધુ પતંગબાજો ભાગ લેશે.

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક  મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ શહેરીજનોને આ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવમાં જોડાવા તેમજ નિહાળવા ઉપસ્‍થિત રહેવા એક અપીલ અને અનુરોધ કરેલ છે.

(4:07 PM IST)