<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

પાણીપુરીના ધંધાર્થીઓને ત્‍યાં સતત બીજા દિવસે ફુડ શાખાની ધોંસઃ અધધધ પ૦ નમુના લેવાયા

રાજયમાં ટાઇફોઇડના રોગચાળાના પગલે તંત્ર ત્રાટકયુ શહેરની નામાંકિત હોટલો, દુકાનો તથા રેંકડીઓ ઉપર પાણીપુરી અંગે તંત્રનું ચેકીંગઃ પ કિલો વાસી અખાદ્ય નોનવેજ ફુડનો નાશ

રાજકોટ તા. ૯ :.. મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં વેજ-નોનવેજ ફુડના ધંધાર્થીઓને ત્‍યાં ચકાસણી તથા નમુના લેવાની કામગીરી અંતર્ગત રામનાથપરામાંથી નોનવેજના વાસી પ્રિપેડ ફુડનો પ કિલો અખાદ્ય જથ્‍થાનો નાશ કરવામાં આવ્‍યો હતો. ઉપરાંત રાજયભરમાં ટાઇફોઇડના કેસના પગલે શહેરના પ૦ જેટલા પાણીપુરીના પાણીના નમુના લેવામાં આવ્‍યા હતાં.

મનપાની સતાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન જુમ્‍મા મસ્‍જિદ મેઇન રોડ, રામનાથપરા, રાજકોટ મુકામે આવેલ ‘‘S.A. નોનવેજ'' પેઢીની તપાસ કરતા સ્‍થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ- ફૂડ નો ૦૫ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્‍ડિશન, યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા તથા લાયસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના નાણાવટી ચોક થી રામેશ્વર મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૮ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૧૮ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં મોમાઈ સુપર માર્કેટ, વિશ્વાસુ પ્રોવિઝન સ્‍ટોર, મોમાઈ અમૂલ પાર્લર, પરી મેડીકલ, સ્‍વસ્‍તિક પ્રોવિઝન સ્‍ટોર, શ્રીરામ ડેરી ફાર્મ, પિતળકળપા ચીકી તથા ક્રિષ્‍ના પ્રોવિઝન સ્‍ટોરને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

પાણીપુરીના ૫૦ પાણીના નમુના લેવાયા                                     

ફૂડ વિભાગ દ્વારા રોગચાળાની સિઝનને અનુલક્ષીને સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન પાણીપૂરીનું વેચાણ કરતાં ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં  ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ કુલ ૫૦ નમૂના લેવામાં આવેલ. જેમાં તીખું પાણી (લુઝ) રાજેન્‍દ્રભાઈ જેશવા, પંચનાથ મંદિર સામે, પંચનાથ મેઇન રોડ, તીખું પાણી (લુઝ) તથા મીઠુ પાણી (લુઝ): શ્રી ચાઇનીઝ પંજાબી, યાજ્ઞિક રોડ, સ્‍વામી વિવેકાનંદ સ્‍ટેચ્‍યું પાસે, તીખું પાણી (લુઝ) તથા મીઠું પાણી (લુઝ) સ્‍થળ- મમતા પાણીપુરી, ખાતેથી લેવામાં આવેલ.

જયારે મીઠું પાણી (લુઝ) તથા તીખું પાણી (લુઝ) સંતોષ ભેળ, સર્વેશ્વર ચોક,  જીરા પાણી (લુઝ) તથા લસણ પાણી (લુઝ), હાજમા હજમ પાણી (લુઝ) , લીબું પાણી (લુઝ), ખજૂર પાણી (લુઝ), રેગ્‍યુલર પાણી (લુઝ) ક્રિષ્‍ના મારવાડી પાણીપુરી, સર્વેશ્વર ચોક, રેગ્‍યુલર પાણી (લુઝ), હાજમા હજમ પાણી (લુઝ), લસણ પાણી (લુઝ) , જલજીરા પાણી (લુઝ):, તીખા-મીઠા મિક્ષ પાણી (લુઝ) તથા ફુદીના પાણી (લુઝ) બોમ્‍બે સ્‍ટાઈલ ભેળવાળા, સર્વેશ્વર ચોક, ખાતેથી નમુના લેવામાં આવ્‍યા હતા.

ઉપરાંત તીખું પાણી (લુઝ) સંતોષભેળ, રેસકોર્ષ, બાલભવન ગેટ પાસે, રેગ્‍યુલર તીખું પાણી (લુઝ) બાલાજી પાણીપુરી, રેસકોર્ષ, બાલભવન ગેટ પાસે, રેગ્‍યુલર ફુદીના પાણી (લુઝ), ફુદીના પાણી (લુઝ) ગોળનું પાણી (લુઝ) તથા સાદું રેગ્‍યુલર પાણી (લુઝ) સ્‍થળ- સંતોષ ભેળ & રગડા, રેસકોર્ષ, બાલભવન ગેટ પાસે, ફુદીના પાણી (લુઝ) સાવરીયા શેઠ પાણીપુરી, રેસકોર્ષ, બાલભવન ગેટ પાસે,  ફુદીના પાણી (લુઝ), ખજૂર પાણી (લુઝ) સ્‍થળ- બોમ્‍બે સ્‍ટાઈલ ભેળ & પાણીપુરી, રેસકોર્ષ, બાલભવન ગેટ પાસે ખાતેથી સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા.

જયારે મીઠું પાણી (લુઝ) તથા તીખું પાણી (લુઝ) સ્‍થળ- ગપ્‍પે વીથ ગોલ ગપ્‍પે, રેસકોર્ષ, બાલભવન ગેટ પાસે તથા તીખું પાણી (લુઝ) મીઠું પાણી (લુઝ) શ્રીનાથજી ભેળ સેન્‍ટર, નુતનનગર હોલ સામે, કોટેચા ચોક મીઠું પાણી (લુઝ) તથા તીખું પાણી (લુઝ) સ્‍થળ- કે.પી.ફૂડ્‍સ, કોટેચા ચોક, તીખું પાણી (લુઝ) તથા મીઠું પાણી (લુઝ) સ્‍થળ- મીત રેસ્‍ટોરેન્‍ટ, કોટેચા ચોક, રેગ્‍યુલર તીખું પાણી (લુઝ) સ્‍થળ- શ્રીનાથજી પાણીપુરી, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ, તીખું પાણી (લુઝ) સ્‍થળ- દિલખુશ પાણીપુરી, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ, તીખું પાણી (લુઝ): ક્રિષ્‍ના પાણીપુરી, પોસ્‍ટ ઓફિસ ચોક, પુષ્‍કરધામ મેઇન રોડ,  તીખું પાણી (લુઝ): સ્‍થળ- ચાંદની પાણીપુરી, પોસ્‍ટ ઓફિસ ચોક, પુષ્‍કરધામ મેઇન રોડ ખાતેથી નમુના લેવામાં આવ્‍યા હતા.

સાથે જ તીખું પાણી (લુઝ) તથા મીઠું પાણી (લુઝ) માં રતનગઢવાલી પાણીપુરી સેન્‍ટર, પોસ્‍ટ ઓફિસ ચોક, પુષ્‍કરધામ મેઇન રોડ, તીખું પાણી (લુઝ) મીઠું પાણી (લુઝ) સ્‍થળ- બાલાજી પાણીપુરી, કિડની હોસ્‍પિટલ પાછળ, રાજકોટ, તીખું પાણી (લુઝ), મીઠું પાણી (લુઝ) સ્‍થળ- શિવશંકર પાણીપુરી, કિડની હોસ્‍પિટલ પાછળ,  ફુદીના પાણી (લુઝ) ગાર્લિક લસણ પાણી (લુઝ) જલજીરા પાણી (લુઝ) તથા મીઠું પાણી (લુઝ) નેત્રી પાણીપુરી, ઇગલ ટ્રાવેલ્‍સ પાસે, ૧૫૦ ફુડરિંગ રોડ ખાતેથી સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા

(4:11 PM IST)