News of Friday, 9th January 2026
રાજકોટમાં પતંગ-દોરાનું આગમન, પણ ઘરાકી નથી, આવતા અઠવાડીયાથી બજારો ધમધમશે

રાજકોટ : મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બજારોમાં રંગબેરંગી પતંગો અને દોરાનું આગમન થઇ ચુક્યું છે. શહેરના રાજમાર્ગો ઉપર પતંગ, દોરાની દુકાનો જોવા મળી રહી છે. પરંતુ ઘરાકી જોવા મળતી નથી. દર વખતે મકરસંક્રાતિના છેલ્લા ત્રણ-ચાર દિવસોમાં ઘરાકી જોવા મળતી હોય છે. ખાસ તો સદર બજારમાં મકરસંક્રાંતિની આગલી રાતે માનવમહેરામણ ઉમટતું હોય છે. આ બજાર આખીરાત ધમધમતી હોય છે. તૈયાર પતંગ દોરા ખરીદનારા વધુ હોય છે ત્યારે અમુક પતંગ પ્રેમીઓ તો અગાઉથી જ દોરો પવડાવતા હોય છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(4:13 PM IST)










