<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

મોબાઇલ બાબતે પિતા સાથે ચડભડ થતાં છાત્રાનો આપઘાતનો પ્રયાસ

રૈયા રોડ ક્‍વાર્ટરનો બનાવઃ કપડા ધોવાનું લિક્‍વીડ પી ગઇ

 

રાજકોટ તા. ૧૦: રૈયા રોડ પર આવેલા ક્‍વાર્ટરમાં રહેતી ૧૭ વર્ષની વિદ્યાર્થીનીએ કપડા ધોવાનું લિક્‍વીડ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

૧૭ વર્ષની છાત્રાએ સાંજે લિક્‍વીડ પી લેતાં ઉલ્‍ટીઓ કરવા માંડતાં હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. તેણી બે બહેન અને ચાર ભાઇમાં ત્રીજી છે અને ધોરણ-૧૧માં ભણે છે. તેણીએ કહ્યું હતું કે-અભ્‍યાસ માટે પિતાનો મોબાઇલ લઇને બેઠી હોઇ પિતાએ મોબાઇલ ફોન પાછો માંગી ચડભડ કરી હતી અને લાફો પણ મારી લીધો હતો. આથી પોતાને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(1:04 PM IST)