તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
કાલે સમસ્ત ગોંડલીયા (લેઉવા પટેલ) પરિવારનું દ્વિતિય સ્નેહમીલન : દાતાઓનું સન્માન
ખોડીયારમાં રાસ, રાસ ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન

રાજકોટ : સમસ્ત ગોંડલીયા (લેઉવા પટેલ) પરીવાર રાજકોટ દ્વારા દ્વિતિય સ્નેહ મિલન સમારોહનું આયોજન તા.૧૧ રવિવારના રોજ સેલીબ્રેશ ટ્રી પાર્ટીલોજ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ ખાતે બપોરે ૩:૩૦ કલાકે રાખેલ છે. આ સ્નેહ મિલનમાં ગણેશ વંદના, ખોડીયારમાં રાસ, દાતાઓનું સન્માન, પારિવારીક રાસ-ગરબા વિગેરે તથા વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન તથા સન્માન જેવા કાર્યક્રમથી પરીવારજનોને સમજ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર અને જીલ્લામાં વસતા તથા અન્ય જીલ્લા તથા તાલુકામાં વસતા લેઉવા પાટીદાર ગોંડલીયા પરીવાર આશરે ૩૫૦૦ જેટલા પરીવારજનો ઉપસ્થિત રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા એડવોકેટ વિક્રમ ગોંડલીયા, લલીતભાઇ, સતિષભાઇ, રમેશભાઇ, પંકજભાઇ, શિરિશભાઇ, જેન્તીભાઇ, રતિભાઇ, નરેશભાઇ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(2:36 PM IST)










