<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

સેવ બર્ડઝ સેવ લાઇફ.. ચાઇના દોરી અટકાવીએ પક્ષીઓને બચાવીએ... જેવા બેનરો સાથે કાલે રેલી

ઉન્‍નતિ વિદ્યાલયના ૩૦૦ વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાશે, સમગ્ર ગાંધીગ્રામ વિસ્‍તારમાં ફરશે

રાજકોટઃ તા.૧૦, શ્રી ઉન્નતિ વિધાલય દ્વારા દર વર્ષે ઉત્તરાયણના તહેવાર અગાઉ એક વિશેષ રેલીનું આયોજન કરવામાં આવે છે જે રેલીમાં નિર્દોષ અને અબોલ પક્ષીઓના મળત્‍યુ થતાં અથવા તો ઇજાગ્રસ્‍ત થતાં અટકી શકે આ બાબત અર્થે સમાજમાં એક મેસેજ પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે.

કરૂણા ફાઉન્‍ડેશનના સહયોગથી આયજીત આ રેલીનો તા. ૧ર ના સોમવારે સાંજે ૪ કલાકે ઉન્‍નતિ વિદ્યાલય ખાતેથી રેલીનો પ્રારંભ થશે, જે ગંગેશ્વર મહાદેવ મંદિર, અક્ષરનગર, લાખના બંગલો, ગૌતમનગર થઇ શાળાએ સંપન્‍ન થશે, શાળાના ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સેવ બડર્ઝ સેવ લાઇફ, ચાઇના દોરી અટકાવીએ  પક્ષીઓને બચાવીએ જેવા બેનરો સાથે સૂત્રોચ્‍ચાર કરશે.

મકર સંક્રાંતિ દરમ્‍યાન કોઈ પક્ષી ઘવાય તો સંસ્‍થાના વૉલેંટિયર અને કરુણા ફાઉન્‍ડેશન સતત કાર્યરત રહેશે. મો. નં.  (૧) ૯૮૯૮૪ ૯૯૯૫૪(૨) ૯૮૯૮૦ ૧૯૦૫૯ (૩) ૭૫૭૫૦ ૪૬૫૦૫ ઉપર સંપર્ક કરવો  .

 આ આયોજનને સફળ બનાવવા માટે  સંસ્‍થાના ડિરેક્‍ટર શ્રી સંજયભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ હેમાબેન દરજી, ભાવિકાબેન ભટ્ટ, સોનલબેન રાઠોડ,  હિનાબેન દુલ્લા તથા વર્ષાબેન સોનાગરા જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:44 PM IST)