<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

આજી ડેમ નજીક રહેતી ૧૬ વર્ષની સગીરાને અજાણ્‍યો શખ્‍સ ભગાડી ગયો

સગીરાના પિતાએ આજી ડેમ પોલીસમાં ફરીયાદ નોંધાવી

 

 રાજકોટ, તા.૧૦: આજીડેમ પાસેના વિસ્‍તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી અજાણ્‍યો શખ્‍સ ભગાડી જતા આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી નજીકના વિસ્‍તારમા રહેતી ૧૬ વર્ષની સગીરા ગત તા.૮ના રોજ પોતાના ઘરેથી નીકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી. પરંતુ સગીરાને કોઇ પતો ન લાગતા ક તેના પિતાએ આજીડેમ પોલીસમાં જાણ કરતા પોલીસે અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણની કલમહેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

(3:07 PM IST)