<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

લોહીની ઉલ્‍ટી થયા બાદ ૩૬ વર્ષના નુરઆલમ અબ્‍બાસીનું મોત

ગોંડલ રોડ રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટી પાસે બનાવ

રાજકોટ તા. ૧૦: ગોડલ રોડ ચોકડી રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટીમાં રહેતાં નુરઆલમ ગુલામનબી અબ્‍બાસી (ઉ.વ.૩૬) નામના યુવાનને સવારે ઘર પાસે કારખાનાના યુનિટીમાં હતો ત્‍યારે લોહીની ઉલ્‍ટી થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર નુરઆલમ મુ યુપીનો વતની હતો. તેને સંતાનમાં એક દિકરી છે. લિવર ખરાબ થઇ ગયું હોઇ સારવાર દવા ચાલુ હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:12 PM IST)