<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

રાયોટ,મારામારી અને એટ્રોસીટી સહિત ૧૫ ગુનામાં અવેશ ઉર્ફેઅવલો પાસામાં ધકેલાયો

થોરાળા પોલીસના પીઆઇ એન.જી. વાઘેલા સહિતે વોરંટની બજવણી કરી ભાવનગર જેલ હવાલે કર્યો

રાજકોટ, તા.૧૦: શહેરના થોરાળા તથા અન્‍ય વિસ્‍તારોમાં રાયોટ, મારામારી, એટ્રોસીટી અને દારૂ સહિત ૧૫ ગુનામાં સામેલ શખ્‍સને થોરાળા પોલીસે પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ શહેરના થોરાળા, આજીડેમ સહિત અલગ-અલગ વિસ્‍તારમાં મારામારી, રાયોટ તથા એટ્રોસીટી સહિત ૧૫ ગુનામાં સામેલ અવેશ ઉર્ફે અવલો અયુબભાઇ ઓડીયા (ઉ.વ.૨૯) (રહે. નવા થોરાળા શેરી નં.૧)ને પાસામાં ધકેલવામ માટે પીસીબી શાખાના ઇન્‍ચાર્જ પી.આઇ.એમ. આર.ગોંડલીયા, એમ.જે.હુણ તથા પી.એસ.આઇ. પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા તથા એ.એસ.આઇ રાજુભાઇ દહેકવાલ  તથા હેડ કોન્‍સ ઇન્‍દ્રજીતસિંહ સીસોદીયા સહિતે દરખાસ્‍ત કરતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વોરંટ ઇશ્‍યુ કરતા થોરાળા પોલીસ મથકના એન.જી. વાઘેલા, પી.એસ.આઇ. એમ.એસ.મહેશ્વરી, એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત, હેડ કોન્‍સ. ભરતસિંહ પરમાર,ભરતભાઇ ડાભી, હસમુખભાઇ નીનામા, કિશોરભાઇ પરમાર, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, નીલેશભાઇ ચોૈહાણ સહિતે અવેશ ઉર્ફે અવલો અયુબભાઇ ઓડીયાની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી તેને ભાવનગર જેલમાં ધકેલી દીધો હતો. (

(4:13 PM IST)