<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

સેવાનો રંગ, વિવિધ ક્ષેત્રે ઉંચે પતંગ, આજે નરેન્‍દ્રબાપુના જન્‍મદિનનો ઉમંગ

ભકિતમાં ભાવવિભોર, રાજકારણમાં રસ તરબોળ, સમાજમાં દમદાર, સહકારીમાં શાનદાર

રાજકોટ : હજાર હાથવાળાની કૃપાથી એકે હજારા ગણાતા શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ માટે આજે વિશેષ મહિમાવાળો દિવસ છે. તેમનો જન્‍મ ૧૯૬૪ ના વર્ષની ૧ર જાન્‍યુઆરીએ થયેલ આજે ૬૩માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. ‘પવન' જોઇને પતંગ ઉડાડવાની આવડતના કારણે તેમણે વિવિધ ક્ષેત્રે નામના મેળવી છે. આપા ગીતા કી કૃપા કા ડેરા, મહેકે હર દિન સવેરા - સતત ૪ વખત ભાજપના કોર્પોરેટર તરીકે ચુંટાઈને ડે. મેયર તથા સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન જેવા સ્‍થાને રહયા બાદ આધ્‍યાત્‍મિક રંગે રંગાઈને ચોટીલા પાસે શ્રી આપા ગીગાના ઓટલાની સ્‍થાપના કરી મહંત પદ સ્‍વીકારેલ. આ સ્‍થાને તમામ યાત્રિકો માટે એક દસકાથી વધુ સમયથી ૨૪ કલાક રહેવા, જમવા, ચા-પાણીની સુવિધા છે. ભકિત અને શક્‍તિનો સંગમ થયો છે.નરેન્‍દ્રબાપુ તરીકે ઓળખાતા શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકી શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિના પ્રમુખ છે. ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી અને ઉપાધ્‍યક્ષ તરીકે તથા પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન રહી ચુકયા છે. ધાર્મિક, રાજકીય, સેવાકીય, સામાજિક વગેરે ક્ષેત્રે અસીમ યોગદાન આપ્‍યા બાદ તેમણે સહકારી ક્ષેત્રે ઉત્‍સાહવર્ધક પદાર્પણ કર્યુ છે. તેમની પ્રેરણા અને પ્રયાસોથી શ્રી જીવરાજ સહકારી મંડળીએ ટુંકા ગાળામાં પ્રગતિની હરણફાળ ભરી છે.

 મો. ૯૮૨૪૨ ૧૦૫૨૮ રાજકોટ.

(11:55 AM IST)