તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
ગોંડલ નજીકથી સાડા છ લાખનો દારૂ ઝડપી લેતી સ્ટેટ મોનીટરીંગ સેલ
ચોટીલાના ખાટડીનો ભગીરથ ખાચર અને ગોંડલનો અવેશ શેખ ઝડપાયાઃ ખાટડીના સપ્લાયર ખોડુ ગોવડીયા, હડમતાળાના રીસીવર દિગુભા જાડેજા સહિત ૪ ની શોધખોળ

રાજકોટ તા.૧૨: સ્ટેટ મોનીટરીંગ સેલના સબ ઇન્સપેકટર જે.એચ. સીસોદીયાને મળેલી બાતમીને આધારે વોચ ગોઠવી મોવિયા અને પાંજરાપોળ વચ્ચેના ગોંડલી નદી ઉપરના પુલ ઉપરથી કાળા કલરની કારને આંતરી ૬.૩૭ લાખથી વધુનો ૧૦૭૭ બોટલ વિદેશી પ્રકારનો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો.એસએમસીની ટુકડીએ ચોટીલાના ખાટડી ગામના ભગીરથ ગભરૂભાઇ ખાચર અને ગોંડલના અવેશ સોયબભાઇ શેખની ધરપકડ કરી પુછપરછ હાથધરી છે.
પુછપરછ દરમ્યાન ચોટીલાના ખાટડી ગામના દારૂના સપ્લાયર ખોડુ વલકુભાઇ ગોવડીયા તેના પાટનર મુન્ના અમકુભાઇ ખાચર (રે.રાણપુર તા.બોટાદ), કાળા કલરની હુન્ડાઇ કારના માલીક અને દારૂ મંગાવનાર દિગુભા ઉર્ફે દિવ્યરાજસિંહ જાડેજા (રે.હડમતાળા તા.કોટડા સાંગાણી)ના નામો સપાટી પર આવતા ચારેયની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ૪ મોબાઇલ અને દારૂ તેમજ કાર સહિત ૧૫,૦૪,૧૧૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.(૨.૨૦)
(3:04 PM IST)










