તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
રાજકોટ ડિવિઝનના લોકોપાયલટ રામપ્રવેશ કુમારને રેલ મંત્રી દ્વારા ‘અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર' એનાયત
ચાલતી માલગાડીમાં ગેસ લીકેજ પકડીને મોટી દુર્ઘટના ટાળીઃ રાષ્ટ્રીય સ્તરે મળી ઓળખ

રાજકોટ, તા. ૧ર : રાજકોટ ડિવિઝનના લોકો પાયલટ શ્રી રામપ્રવેશ કુમારને તેમની સતર્કતા અને ઉત્કળષ્ટ સેવા બદલ નવી દિલ્હી સ્થિત યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ૭૦મા રેલ સપ્તાહ કેન્દ્રીય સમારોહમાં ‘અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર-૨૦૨૫' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન માનનીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું.
પીપાવાવ પોર્ટથી એલપીજી (LPG) લઈને અંબાલા જઈ રહેલી માલગાડીના સંચાલન દરમિયાન, ચાલતી ટ્રેનમાં સાવરકુંડલા-લીલીયા મોટા સ્ટેશન વચ્ચે વળાંક આવતા તેમણે એક વેગનનું ઢાંકણ ખુલ્લું જોયું અને તાત્કાલિક ગાડી ઊભી રાખી દીધી હતી. તપાસ દરમિયાન વેગન નંબર ૦૮૯૮૬૬૮૧૮૧ BTPGLN માં ગેસ લીકેજ જોવા મળ્યું હતું. તેમની ત્વરિત સૂઝબૂઝ અને કાર્યવાહીને કારણે માત્ર એક સંભવિત મોટી દુર્ઘટના જ નથી ટળી, પરંતુ ગાડી, રેલવે સંપત્તિ અને સમગ્ર વિસ્તારની સુરક્ષા પણ સુનિヘતિ થઈ હતી.
આ વર્ષે ભારતીય રેલવેના વિવિધ ઝોનમાંથી વ્યક્તિગત શ્રેણીમાં અંદાજે ૧૦૦ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં પヘમિ રેલવેના સાત કર્મચારીઓ સામેલ હતા. શ્રી રામપ્રવેશ કુમારની આ સિદ્ધિ રાજકોટ ડિવિઝન માટે વિશેષ ગૌરવની બાબત બની છે અને તેમની નિષ્ઠાની રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ છે.
રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ શ્રી કુમારને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, તેમની આ સિદ્ધિ સમગ્ર ડિવિઝન માટે સન્માનની વાત છે અને તે તમામ કર્મચારીઓને સુરક્ષા તેમજ સેવા શ્રેષ્ઠતાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખવા માટે પ્રેરણા આપે છે.
(3:20 PM IST)










