<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

વાયબ્રન્‍ટમાં રાજકોટ-કચ્‍છ અંતર્ગત તેલીબીયા ક્ષેત્રમાં વિપુલ તકો અંગે સેમીનાર યોજાયો

રાજકોટ, તા. ૧રઃ રાજકોટ-સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ભાગરૂપે મારવાડી યુનિવર્સિટી ખાતે “AgriValue - The Oilseed Opportunity” (એગ્રીવેલ્‍યુ - તેલીબિયા ક્ષેત્રમાં રહેલી તકો) વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં કળષિ નિષ્‍ણાંતો, ઉદ્યોગ સાહસિકોએ સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના કળષિ અર્થતંત્રને વૈશ્વિક સ્‍તરે લઈ જવા માટે મંથન કર્યું હતું. સેમિનારની શરૂઆતમાં ગુજરાત સરકારના કળષિ અને સહકાર વિભાગના અગ્ર સચિવશ્રી આર.સી. મીના દ્વારા ઉપસ્‍થિત મહાનુભાવો અને પ્રતિનિધિઓનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તેમણે ગુજરાતના કળષિ ક્ષેત્રમાં તેલીબિયાના મહત્‍વ અને સરકારની ભવિષ્‍યની યોજનાઓ અંગે જાણકારી આપી હતી.

ઇન્‍ડિયન ઓઈલસીડ્‍સ એન્‍ડ પ્રોડ્‍યુસ પ્રમોશન કાઉન્‍સિલના ચેરમેન શ્રી ઋતુપર્ણ ડોલે દ્વારા ‘સીડ્‍સ ઓફ પ્રોસ્‍પેરિટી' વિષય પર વક્‍તવ્‍ય આપવામાં આવ્‍યું હતું. તેમણે તેલીબિયાની ક્ષમતાને ખરા અર્થમાં ઉજાગર કરવા અને ગુણવત્તાયુક્‍ત બિયારણના મહત્‍વ પર ભાર મૂકયો હતો. આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે તેલીબિયાંની નિકાસમાં આર્જેન્‍ટીનાના મોડલ વિશે CIARA-CECના પ્રમુખશ્રી ગુસ્‍તાવો ઈડિગોરાસએ વર્ચ્‍યુઅલી માર્ગદર્શન આપ્‍યું હતું. તેમણે વૈશ્વિક બજારમાં સ્‍પર્ધાત્‍મક નિકાસ માટેના જરૂરી પગલાંઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા. ICAR-ગ્રાઉન્‍ડનટ રિસર્ચના ડીરેક્‍ટર ડો. સંદીપ બેરાએ વાતાવરણના પરિવર્તન સામે ટકી શકે તેવી ખેતી અને ગુજરાતમાં તેલીબિયાની સુરક્ષા વિશે ટેક્રિકલ માહિતી આપી હતી.

‘અન્‍વેષણ'ના સ્‍થાપક અને CEO શ્રી કુલદીપ પારેવાએ ટકાઉ ભવિષ્‍ય માટે તેલીબિયા ક્ષેત્રે થઈ રહેલા નવા સંશોધનો અને એગ્રી-ઇનોવેશન વિશે પ્રેરણાદાયી વક્‍તવ્‍ય આપ્‍યું હતું.

(4:06 PM IST)