તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 12th January 2026
શ્રી ગોવર્ધન ગૌશાળાના રજતજયંતિ વર્ષની ઉજવણીઃ મકરસંક્રાંતિએ ભોજન પ્રસાદ

રાજકોટઃ અહિંના કાલાવડ રોડ પર ન્યારી ડેમ જવાના રસ્તે માઉન્ટવિલાની બાજુમાં આવેલ શ્રી ગોવર્ધન ગૌશાળાના ૨૫ વર્ષની રજતજયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિતે ૧૪મીના મકરસંક્રાંતિના બુધવારના આખો દિવસ ગૌશાળામાં દરેક ગૌસેવા પ્રેમીઓ અને વૈશ્ણવજનો માટે ભોજનપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જેના મનોરથી બીપીનભાઈ અડવાણી છે. અત્રે ઉલ્લેખનિય છે કે શ્રી ગોવર્ધન ગૌશાળામાં ૮૦૦ ગાયો નિવાસ કરે છે. ગૌશાળામાં નિરાધાર, વૃધ્ધ, બીમાર અને અશક્ત ગાયોને ઘાસચારો તેમજ સારવાર સમયસર આપવામાં આવતું હોવાનું ગૌશાળાના સંચાલકોએ જણાવ્યું હતું. શ્રી ગોવર્ધન ગૌશાળાના રજતજયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત મકરસંક્રાંતિના દિવસ દરમ્યાન ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. વધુ વિગત માટે (મો.૯૩૭૭૧ ૨૭૮૩૦) ઉપર સંપર્ક કરવો. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ટ્રસ્ટી મંડળના જગદીશભાઈ હરીયાણી, દિલીપભાઈ ચોલેરા, હર્ષદભાઈ જોગી, આનંદ મણીઆર નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:25 PM IST)










