તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 12th January 2026
સ્વ.ધ્રુવી કોટેચાને માં મોગલ ધામ કબરાવ કચ્છથી પૂ.બાપુશ્રી એ વીડિયોકોલથી શ્રદ્ધાંજલિ પાઠવીઃ સંતવાણી

રાજકોટઃ સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા રાજકોટની દિકરી ધ્રુવી કોટેચાને શ્રદ્ધાંજલિ પાઠવવા તાજેતરમાં પ્રાર્થના સભાનું આયોજન કરેલ હતું રાજકોટ શહેરમાં થોડા સમય પહેલા એક અકસ્માતમાં રઘુવંશી સમાજની ૧૪ વર્ષની દીકરી ધ્રુવી કોટાચાએ જીવ ગુમાવ્યો હતો. સમસ્ત હિન્દૂ સમાજ, અઢારેય વરણ દ્વારા હાલમાં સ્વ.ધ્રુવી કોટેચાની પ્રાર્થના સભાનું આયોજન કરેલ હતું. જેમાં માં મોગલ ધામ કબરાવ કચ્છથી ચારણ ઋષિ પૂ.શ્રી મણિધર બાપુએ લાઈવ વીડિયો કોલ થી ધ્રુવી કોટેચાને શ્રધ્ધાંજલિ પાઠવી સૌને આશીર્વાદ પાઠવ્યાં હતા. પ્રાર્થનાસભા બાદ સત્ય સનાતન ગ્રુપ દ્વારા ગૌશાળાના લાભાર્થે ભજન સંતવાણીમાં સંગીતકાર રૂબલભાઈ વાઘેલાની ટીમના લોકગાયિકા વિજયાબેન વાઘેલા, લાલો ફિલ્મના ગાયક દિનેશભાઈ વાઘેલા, લોકસાહિત્યકાર કૌશિકભાઈ મહેતા, તબલા ઉસ્તાદ લખનભાઈ વાઘેલા, રાવળદેવ હિતેશભાઈ, મંજીરાના માણીગર શંકરભાઈ પરમાર તેમજ મનીષભાઈ વ્યાસએ શ્રોતાજનોને ભજનનો આનંદ કરાવ્યો હતો. આયોજનને સફળ બનાવવા શ્રી ગેલ મોગલ શક્તિપીઠ આશ્રમના મહંત શ્રી વિજયબાપુ તેમજ સત્ય સનાતન ગ્રુપના અંકિતભાઈ અજાણી, ભાવેશભાઈ લીંબાસીયા, વિમલભાઈ લીંબાસીયા તથા પ્રકાશભાઈએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃઅભિજીત બગથરીયા)
(3:26 PM IST)










