તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 12th January 2026
પતંગના પર્વ અંતર્ગત ઇજાગ્રસ્તોને સારવાર આપવા સિવિલ હોસ્પિટલમાં ખાસ ઇમર્જન્સી સુવિધા ઉભી કરાઇ
ઇએનટી, મેડીકલ ઓફિસર, ઓર્થોપેડીક સર્જનો સતત ઇમર્જન્સી વોર્ડમાં સેવા આપશેઃ ખાસ ઓપરેશન થિએટર ચાલુ કરાશે

રાજકોટ તા. ૧૨: મકર સંક્રાંતિના તહેવારના દિવસે પતંગના દોરાથી ઇજા થવાના કે પછી ધાબા પરથી પડી જવાના, પતંગો લુંટતી વખતે અકસ્માત નડવાના બનાવો વધી જતાં હોય છે અને સિવિલ હોસ્પિટલ ખાતે મોડી સાંજ સુધી આ પ્રકારના દર્દીઓ વધુ પ્રમાણમાં આવતાં હોય છે. આ માટે તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, આરએમઓ ડો. દુસરા સહિતની ટીમે ખાસ ઇમર્જન્સી સારવારની વ્યવસ્થા ઉભી કરી છે.
આ માટે બે ઇએનટી સર્જન, બે સર્જન, બે મેડીકલ ઓફિસર, બે ઓર્થોપેડીક સર્જન ઇમર્જન્સી વિભાગમાં ખડેપગે રહેશે. ઇમર્જન્સી વોર્ડની બાજુમાં જ આવેલા મીની ઓપરેશન થીએટરમાં જરૂર પડયે તુરત જ ઓપરેશન કરવામાં આવશે. દર વર્ષે સંક્રાંતિ પર આ પ્રકારના કેસ વધી જતાં હોઇ તંત્રવાહકોએ અગાઉથી જ વ્યવસ્થા ગોઠવી રાખી છે.
(3:38 PM IST)










