<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

નવાગામમાં ૩૭ વર્ષના કુલદીપભાઇ સાપરાનું હાર્ટએટેકથી મૃત્‍યુ

રાજકોટ તા. ૧૨: હૃદય રોગનો હુમલો વધુ એક યુવાન માટે જીવલેણ સાબીત થયો છે. નવાગામ શક્‍તિ સોસાયટી-૧૦માં રહેતાં કુલદીભાઇ ઘનશ્‍યામભાઇ સાપરા (ઉ.વ.૩૭)ને છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃતયુ પામનાર કુલદીપભાઇ બે ભાઇમાં નાનો હતો. સંતાનમાં બે દિકરા છે. પોતે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. 

(3:39 PM IST)