News of Tuesday, 13th January 2026
કાલે કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા દેવનો પ્રાગટયદિન : ગોંડલમાં શોભાયાત્રા
ગોંડલ શહેર તથા તાલુકાના તમામ ઘરદિઠ સવામુઠી ખીચડી એકત્ર કરી જ્ઞાતિ ભોજનમાં પિરસવામાં આવશે : ૧૮મા વર્ષે ભવ્ય આયોજન : સંતો-મહંતોના ફલોટ, શ્રી માંધાતા, શ્રી વેલનાથ, જલકારીબાઇ, વિર તાનાજી વિ. ના જીવનચરિત્રો રજુ થશે : સંતો-મહંતો, રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ

તસ્વીરમાં ચંદુભાઇ ડાભી, મહેશજી કોળી, વિનુભાઇ નાગાણી, રમેશભાઇ મકવાણા, રેખાબેન સગારકા, રઘુભાઇ ડાભી, સંજયભાઇ બેરાણી, જયરાજભાઇ ગોહેલ, રવિભાઇ પરમાર, મુકેશભાઇ ડાભી અને દિનેશભાઇ રાઠોડ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
રાજકોટ : આવતીકાલે તા. ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિતે કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા મહારાજની જન્મજયંતિ નિમિતે કોળી સેના તથા શ્રી માંધાતા ગૃપ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. શોભાયાત્રાન પૂર્ણ થયા બાદ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી માંધાતા ગૃપ ગુજરાતના સ્થાપક ભુપતભાઇ ડાભીના માર્ગદર્શનથી સતત ૧૮મા વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
આ શોભાયાત્રામાં ગોંડલ શહેર તથા તાલુકાના તમામ ઘરદિઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ બનાવવામાં આવે છે અને જ્ઞાતિ ભોજનમાં પીરસવામાં આવે છે. આ શોભાયાત્રામાં ર૦ હજારથી વધુ ભાઇઓ, બહેનો જોડાશે. શ્રી માંધાતા, શ્રી વેલનાથ, જલકારીબાઇ, વિર તાનાજી વગેરેના જીવન ચરિત્રો રજુ થશે.
કાર્યક્રમમાં સંતો-મહંતો પુ. રૂષીભારતી બાપુ - સરખેજ, અમદાવાદ, દિવ્યપુરૂષ સ્વામી અક્ષર મંદિર શ્રી સીતારામ બાપુ, શ્રી રામદાસ બાપુ, આર્યન ભગત સહિતના આશીર્વચન આપશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કુંવરજીભાઇ બાવળીયા - કેબીનેટ મંત્રી, મુખ્ય અતિથિ તરીકે પરસોત્તમભાઇ સોલંકી, મંત્રી ગુજરાત, મુખ્ય મહેમાન તરીકે દિવ્યેશભાઇ સોલંકી, ધારાસભ્ય હિરાભાઇ સોલંકી - રાજુલા, કાળુભાઇ ડાભી - ધોળકા, દેવાભાઇ માલમ - કેશોદ, કાળુભાઇ રાઠોડ - ઉના, ભગવાનજીભાઇ કરગટીયા - માંગરોળ, શિવાભાઇ ગોહેલ - મહુવા તથા રમાબેન મકવાણા, વિનોદભાઇ નાગાણી, આનંદભાઇ ડાભી, ચંદુભાઇ ડાભી સહિતના ઉપસ્થિત રહેશે.
મનસુખભાઇ માંડવીયા-કેન્દ્રીય મંત્રી, શ્રીમતી ગીતાબા જાડેજા-ધારાસભ્ય, ગોંડલ, પરસોત્તમભાઇ રૂપાલા-સાંસદ, રાજકોટ, રમેશભાઇ ઘડકુ, અલ્પેશભાઇ ઢોલરીયા, ચેતનભાઇ રામાણી સહિતનાં શોભાયાત્રામાં હાજરી આપશે.
કાર્યક્રમની રૂપરેખા : શોભાયાત્રા તા. ૧૪ બુધવાર, સવારે ૭ કલાકે, જ્ઞાતિ ભોજન ૧૧:૩૦ કલાકે, કાર્યક્રમ સ્થળ : શ્રી માંધાતા પાર્ટી પ્લોટ, ભગવતપરા મેઇન રોડ, ગોંડલ.
શોભાયાત્રા રૂટ : શ્રી માંધાતા પાર્ટી પ્લોટ, ગોંડલજથી ઘોઘાવોદર ચોક, પટેલ વાડી, હોસ્પિટલ ચોક, માંધાતા સર્કલ, માંડવી ચોક, આંબેડકર ચોક, જેલ ચોક, પાંજરાપોળથી શ્રી માંધાતા પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થશે.
આયોજનને સફળ બનાવવા શ્રી માંધાતા ઉત્સવ સમિતિનાં પ્રમુખ હિરેન ડાભી, મહેશજી કોલી, વિજય ગોહેલ, પરેશ મકવાણા, રમેશભાઇ મકવાણા, સોમાભાઇ સદાદીયા, અશોકભાઇ મેટાળીયા, પુનાભાઇ સાકરીયા તેમજ ગોંડલ શહેર તાલુકાના અનેક કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
(11:43 AM IST)










