News of Tuesday, 13th January 2026
કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણીઃ દાનનો વિશેષ મહિમા
આખો દિવસ એ કાયપો....છે....ના અવાજ ગુંજશેઃ ચિકી, જીંજરા, શેરડી, બોર, ઉંધીયાની મજા સૌ માણશે

રાજકોટ, તા. ૧૩: કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મકરસંક્રાંતિ પર્વની ભવ્યતાથી ઉજવણી કરાશે અને આખો દિવસ પતંગ ઉડાડવાની સૌ કોઇ મજા માણશે. ચિકી, જીંજરા, શેરડી, બોર, ઉંધીયુ ખાવાની મજા સૌ કોઇ માણશે.
મકરસંક્રાંતિ આડે એક જ દિવસ બાકી રહ્યો છે અને પછી એ સવાર ઉગશે, જ્યારે આખું ગુજરાત ઉતરતા શિયાળાના હૂંફાળા તડકામાં અગાશી અને ધાબાં પરથી આકાશ સામે તાકતું ઉભું હશે. એ સવારે, આકાશ કોઈ વિશાળ કેન્વાસ જેવું લાગશે અને એમાં વિવિધ રંગ અને આકારોના અસંખ્ય પતંગો અવનવી ભાત રચવા લાગશે. ત્યારે દરેક પતંગ રસિકોના મનમાં અનુકૂળ , પવન માટે પ્રાર્થના ચાલતી હશે. એમના માટે આનંદના સમાચાર સામે આવ્યા છે કે તા.૧૪ અને ૧૫ના રોજ રાજયમાં પવનની ને ગતિ પતંગ ચગાવવા માટે ખૂજ સાનૂકૂળ રહેશે. જો કે સમગ્ર રાજયમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે, જેનાથી પતંગબાજોએ ધાબા પર ઠંડીનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે.
હવામાન વિભાગ મુજબ ૧૪-૧૫ જાન્યુઆરીના રોજ પવનની ઝડપ ૫થી ૧૫ ક્લિોમીટર પ્રતિ કલાક રહેવાની શકયતા છે. જેમાં ૧૪મી જાન્યુઆરીએ પવન મુખ્યત્વે ઉત્તર-પヘમિ દિશાનો રહેશે જયારે ૧પમીએ પણ ઉત્તર-પヘમિ તરફથી પવન ફુકાશે. સૌરાષ્ટ્ર ઝોનમાં પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે, જે પતંગબાજો માટે પતંગ ચગાવવા માટે ઉત્તમ સાબિત થશે. આમ, ઉત્તરાયણના પર્વ પર આકાશમાં પતંગોની પેચબાજી માટે પવનનો સાથ મળશે, પરંતુ સાથે સાથે કડકડતી ઠંડીનો ચમકારો પણ અકબંધ રહેશે. આગામી ૭ દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેવાની શકયતા છે. તાપમાનમા પણ સતત વધ-ઘટ જોવા મળશે. આગામી ૩ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થશે, પરંતુ ત્યારબાદના ૪ દિવસમાં પારો ૨થી ૩ ડિગ્રી જેટલો ગગડી શકે છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રે ઠંડીનું જોર વધવાની શકયતા છે
(12:01 PM IST)










