<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ગુજરાતમાં સૌ પ્રથમ તકતી મુકત જૈન ધર્મસ્થાનકનું રાજકોટમાં ઉદઘાટનઃ સદગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા.

કાલાવાડ રોડ સ્થિત રૂડાનગર-રમાં ઉપાશ્રયનું નિર્માણ

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયનાં ગાદીપતિ પૂજ્ય ગુરુદેવ શ્રી ગિરીશચંદ્રજી સ્વામી નાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા મહામંત્ર પ્રભાવક પૂજ્ય ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબના શિષ્ય રત્ન પૂજ્ય સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબનાં સાનિધ્યમાં જીવો સંચાલિત શ્રી રૂડાનગર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ માં તા.૧૧ રવિવારે ૧૨:૪૫ કલાકે માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર સાવરકુંડલા વાળા હાલ મુંબઈ, ભાનુમતીબેન વનચંદ પારેખ, સ્થાનકવાસી જૈન ઉપાશ્રયની ઉદઘાટન વિધિ કરવામાં આવેલ.

સમસ્ત ગુજરાતમાં સૌપ્રથમ તકતી મુકત ઉપાશ્રયનું નવનિર્માણ નિહાળવા હજાર ઉપરાંત શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહેલ. જેમાં મુખ્ય લાભાર્થી ખેતાણી પરિવારની ઉત્તમોત્તમ નિર્મળ ભાવનાનાં દર્શન થયા અને ભૂમિપ્રદાતા શ્રી ભાનુમતીબેનની અંતરની ભાવનાને સાકાર મૂર્ત સ્વરૂપ પ્રાપ્ત થયેલ છે.

આ ઉદઘાટન પ્રસંગે પૂજ્ય દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય સુશાંતમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય પારસમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય વનિતાબાઈ મહાસતીજી (સતીજી) , સદાનંદી પૂજ્ય સુમતિબાઈ મહાસતીજી, પૂજ્ય પ્રિયદર્શનાબાઈ - સુધાબાઈ મહાસતીજી, પૂજ્ય  કલ્પનાબાઈ - અજીતાબાઈ મહાસતીજી, પૂજ્ય સુનિતાબાઈ મહાસતીજી, પૂજ્ય રૂપાબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રેયાંસીબાઈ મહાસતીજી જશ પરિવાર નાં પૂજ્ય  સ્મિતાબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાયનાં પૂજ્ય સાધનાબાઈ મહાસતીજી, પૂજ્ય જયશ્રીબાઈ મહાસતીજી, પૂજ્ય સોનલબાઈ મહાસતીજી આદિ ઠાણા- ૨૫ સતીરત્નો પધારેલ.

પૂજ્ય સુશાંતમુનિ મહારાજ સાહેબના મંગલ મંગલાચરણથી કાર્યક્રમનો પ્રારંભ થયેલ., સ્વાગત પ્રવચન સંઘ પ્રમુખ મયૂરભાઈ શાહે કરેલ. સંઘાણી સંપ્રદાયનાં પૂજ્ય ભારતીબાઈ મહાસતીજી, ગોંડલ સંપ્રદાયનાં પૂજ્ય ડો. અમિતાબાઈ મહાસતીજી, પૂજ્ય અજિતાબાઈ મહાસતીજી, પૂજ્ય સ્મિતાબાઈ મહાસતીજી, પૂજ્ય સુધાબાઈ મહાસતીજી એ પોતાના મનોભાવ વ્યકત કરેલ. મહામાંગલિક અને આશીર્વચન પૂજ્ય દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ ફરમાવેલ.

આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, કૌશિકભાઈ ચાવડા, ગોંડલ સંપ્રદાયનાં પ્રવીણભાઈ કોઠારી સી.એમ. શેઠ, ડો. જયભાઈ તુરખીયા, જૈન અગ્રણી વસંતભાઈ તુરખીયા, જૈન અગ્રણી જીતુભાઈ બેનાણી, નીવ કારિયા, મીત અશોકભાઈ જોષી, તેજસ મહેતા, મુખ્ય ઉદઘાટક ધીરજજી જૈન પરિવાર તથા સમસ્ત લાભાર્થી પરિવારોનું સન્માન કરવામાં આવેલ.

જૈન ધર્મસ્થાનકનાં મુખ્ય દ્વારનું ઉદ્ઘાટન મુખ્ય ઉદઘાટક શ્રી ધીરજલાલ કાંતિલાલ જૈન, શ્રીમતી મમતાબેન જૈન, જૈનમ - જીવિકા જૈન દુબઈ, પ્રવચન હોલ નું ઉદ્ઘાટન શ્રીમતી રીનાબેન જીતેન્દ્રભાઈ બેનાણી નિવ કારિયા સમસ્ત બેનાણી પરિવાર,અશોકભાઈ જોષી - મીત જોષી, રૂમ નં ૧ - માતુશ્રી પુષ્પાબેન પ્રવિણચંદ્ર બોસમ્યા - વેરાવળ શ્રીમતી કામિનીબેન કેતનભાઈ બોસમ્યા, માતુશ્રી ભાનુમતીબેન જીતેન્દ્રભાઈ નરોત્તમદાસ આશરા -કાલાવડ , રૂમ નં ૨ - માતુશ્રી કુસુમબેન મનસુખલાલ મહેતા ઘડિયાળી પરિવાર જામનગર જયેશભાઈ ઘડિયાળી, ગોંડલ સંપ્રદાયનાં સમસ્ત સંત પરંપરા નાં નવનિર્મિત આંબાનું દર્શનીય ચિત્ર કલાકૃતિનું ઉદ્ઘાટન શ્રી ગોંડલ સંપ્રદાયનાં પ્રવીણભાઈ મણિલાલ કોઠારી,  ચંદ્રકાંતભાઈ માણેકચંદભાઈ શેઠ (સી.એમ.), શ્રી રૂડા નગર સ્થાનકવાસી જૈન સંઘ ના ટ્રસ્ટી પ્રમુખ મયૂરભાઈ ભૂપતલાલ શાહ, મહામંત્રી કિશોરભાઈ રતિલાલ દોશી, ખજાનચી અજયભાઈ ભૂપતરાય ભીમાણી, નવકાર મંત્ર - મહામાંગલિક - ઉવસગ્ગહરં સ્તોત્ર શિલાલેખ શ્રીમતી નિશાબેન સુનિલભાઈ પારેખ દુબઈ, પરાગભાઇ રજનીભાઇ પારેખ, ભાવિકાબેન તુષારભાઈ ગોસલિયા, નિતિનભાઈ મહેતા, કાર્યાલય - માતુશ્રી લતાબેન કાંતિલાલ મહેતા લીનાબેન રાહુલભાઈ પરિવાર, આયંબિલ શાળા નું ઉદ્ઘાટન માતુશ્રી શારદાબેન રતિલાલ જેચંદ દોશી પરિવાર તનસુખભાઈ દોશી સમસ્ત દોશી પરિવાર, દિવ્ય સાધનાલય - અન્નપૂર્ણાલય - સ્વ. આનંદ કુમાર પંકજભાઈ રવાણી તથા . સ્વ. પંકજકુમાર મનસુખલાલ રવાણી હૈદરાબાદ હાલ રાજકોટ શ્રી ભારતીબેન પંકજકુમાર રવાણી,   રૂમ નં ૩ - શ્રી ધીરજલાલ દુર્લભજીભાઈ મોદી પરિવાર ખાંભા, રૂમ નં ૪ - માતુશ્રી સુશીલાબેન ભૂપતલાલ શાહ પરિવાર, મીરાબેન અનિલભાઈ મણિયાર, ભાવનાબેન રૂપાણી , કોઠાર રૂમ - કેતનભાઈ વખારિયા સમસ્ત મિત્ર મંડળનાં વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ.

સદગુરૂદેવે જણાવેલ કે મુખ્ય લાભાર્થી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવારની ઉત્તમ ભાવના આ ઉપાશ્રયમાં સાકાર થઈ છે. ઉપાશ્રયની જગ્યામાં સ્થાનકવાસી જૈન પરંપરા અનુસાર આરાધના કરવા કરાવવામાં આવશે. અનેક ધર્મસ્થાનકોનાં ખેતાણી પરિવાર એ મુખ્ય લાભાર્થી સ્વરૂપે લાભ લીધેલ છે. તેમની ઉદાત્ત ભાવના એ છે કે મુખ્ય લાભાર્થી પરિવાર હોવા છતાં ઉદઘાટન પ્રસંગે ક્યાંય ક્યારેય ઉપસ્થિત રહેતા નથી. અન્ય સાધર્મિકનાં  હસ્તે જ ઉદ્ઘાટન કરવા શ્રી સંઘને પ્રેરણા આપે છે.

આશરે ૪૫ વર્ષથી સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, તેરાપંથ ચારેય ફીરકા નાં સંત-સતીજીની સ્વદ્રવ્યથી નિર્માણ ભાવનાથી વૈયાવચ્ચ કરી રહ્યા છે. જે આ કાળમાં આશ્ચર્ય કારક ઘટના છે. હજારો સંત-સતીજીનાં સાચાં અમ્મા પિય્યા છે. ઉપાશ્રય નિર્માણનું આયોજન ખેતાણી પરિવારની પવિત્ર ધર્મભાવના અને પૂજ્ય સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અમો સફળતા પૂર્વક કરી શક્યા છીએ.આ પ્રસંગે આગામી પાંચ વર્ષ માટે ચાતુર્માસ પ્રવેશ ચૈત્ર માસ આયંબિલ ઓળી, આસો માસ આયંબિલ ઓળી પર્યુષણ મહાપર્વ સંવત્સરી પારણાં, જુઠ્ઠા તપસ્વી, નવલખાજાપ (નવલાખ મહામંત્ર નવકાર જપ) તથા ૪૯ પ્રતિક્રમણનો લાભાર્થીઓએ લાભ લીધેલ.

નવકારશી લાભાર્થી શ્રીમતી મિતાબેન મયૂરભાઈ શાહ કિંજલ - અનિક, રાજવી - રાજકોટ, દિવ્ય મહાપ્રસાદનાં લાભાર્થી માતુશ્રી લતાબેન કાંતિલાલ મહેતા રાજકોટ,  સવારે  ૮ થી ૧૨ વાગ્યા સુધી પાંચ સામાયિક કરનાર આરાધકોને ૧૦૦ રૂપિયાની અનુમોદના માતુશ્રી રંજનબેન રમેશચંદ્ર મહેતા હસ્તે મહેતા પરિવાર દ્વારા કરવામાં આવેલ.

અનેક નામી અનામી દાતાશ્રીઓ તથા શ્રેષ્ઠીઓ આર્કિટેકટ શ્રેણિકભાઈ મુકેશભાઈ દેસાઈ, સ્ટ્રકચર એન્જિનિયર  ચેતનભાઇ ભગવાનજીભાઈ સયાણી, કોન્ટ્રાકટર  અશ્વિનભાઇ ધરમશીભાઈ સોલંકી , જેસંગભાઈ મંડ, જૈનિસભાઈ અજમેરા, જીજ્ઞેશભાઈ સંઘવી, સુજીતભાઈ ઉદાણી, નિતિનભાઈ મહેતા, મિલનભાઈ મહેતા, પરેશભાઈ મહેતા, સાહિલ મહેતા, રાજુભાઈ શાહ (સિયાણી વાળા), મેહુલભાઈ મહેતા - ધ્રોલ,નિરવભાઈ બદાણી, જસ્મીનભાઈ દોશી, નિલેશભાઈ કોઠારી , હરિશભાઈ શાહ, દીપભાઈ દોશી, પ્રેમ અતુલભાઈ પારેખ, અતુલભાઈ વ્યાસ, શેઠ ઉપાશ્રય મહિલા મંડળ, વખારિયા ઉપાશ્રય મહિલા, મંડળ પ્રિન્ટ મિડિયા અને ઈલેકટ્રોનિક મીડિયા પ્રત્યે સંઘે આભાર વ્યકત કરેલ છે. આભાર વિધિ કિશોરભાઈ દોશીએ કરેલ.

સમસ્ત કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ રવાણી અરિહંત ઇન્વેસ્ટમેન્ટએ કરેલ. તેમ જીવોનાં પ્રેસિડેન્ટ મયુર શાહની યાદીમાં જણાવ્યું છે.

(2:44 PM IST)