<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

વિવેકાનંદજીએ આપેલા જીવન ઘડતરના ચાર મુદા.. આત્‍મવિશ્વાસ,એકાગ્રતા, ચરિત્ર નિર્માણ અને રાષ્‍ટ્રસેવાને વળગી રહો

વિશ્વ યુવા દિવસની વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા શાનદાર ઉજવણી : DRM ગિરિરાજ કુમાર મીનાની યુવા કર્મચારીઓને શીખઃ સેક્રેટરી આર.જી. કાબર, પ્રેસિડેન્‍ટ હિરેન મહેતા, ડો.અનામિક શાહ દ્વારા પ્રસંગોચીત ઉદબોધન

રાજકોટ તા.૧૩: ૧૨ જાન્‍યુઆરી એટલે સ્‍વામી વિવેકાનંદજી ની યાદ માં ઉજવાતો વિશ્વ યુવા દિવસ.આ નિમિત્તે વેસ્‍ટન રેલવે મજદૂર સંઘ રાજકોટ દ્વારા ‘યુવા રેલકર્મી સંગોષ્ઠિ'નું શાનદાર આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં અઢીસોથી વધારે યુવા રેલ કર્મચારીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો સર્વ શ્રી ડીઆરએમ  ગીરીરાજકુમાર મીના, એડીઆરએમ કૌશલકુમાર ચૌબે, જનરલ સેક્રેટરી આરજી કાબર, પ્રેસિડેન્‍ટ  હિરેન મહેતા, ડો. અનામિક શાહ, સીએમએસ ડો. રાજકુમાર, Sr DOM ગુપ્તા, Sr DFM પવનકુમાર મીના, APO કે કે દવે વગેરેના હસ્‍તે દીપ પ્રજ્જવલન કરવામાં આવ્‍યું હતું.

સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મ જયંતી પર ઉજવાતો આ વિશ્વ યુવા દિવસ નિમિત્તે વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા થયેલા આયોજનને ડીઆરએમ શ્રી મીનાએ બીરાદાવ્‍યુ હતું.  યુવાઓને સંબોધિત કરતા DRM ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્‍યું કે  આ ઉત્‍સાહ અને જોશનો દિવસ છે, ઊઠો જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી પ્રયત્‍ન કરો. કોઈ રાષ્‍ટ્રનું ભવિષ્‍ય જોવું હોય તો એના યુવાઓને જુઓ. વિવેકાનંદજીએ આપેલા જીવન ઘડતર ના મુખ્‍ય ચાર પાયાના મુદ્દા આત્‍મવિશ્વાસ, એકાગ્રતા, ચરિત્ર નિર્માણ, રાષ્‍ટ્ર ની સેવાને વળગી રહો. ભારત માં ૨૫ વર્ષ થી નીચે ની પોપ્‍યુલેશન ૫૦% અને ૩૫ વર્ષ થી નીચે ૬૦% પોપ્‍યુલેશન છે. શિક્ષા અને ચરિત્ર નિર્માણ આજે રાષ્‍ટ્ર નિર્માણ માટે ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. આજે ઉપસ્‍થિત બધા જ યુવા રેલ કર્મી ને કહીશ કે ઈમાનદારી પૂર્વક રેલ સેવાએ જ રાષ્‍ટ્ર સેવા છે.

આ પ્રસંગે જનરલ સેક્રેટરી આર. જી. કાબરએ જણાવ્‍યું હતું કે યુવા દિવસ ની શુભ કામનાઓ  યુવા રાષ્‍ટ્ર ની ચેતના છે. સ્‍વામી વિવેકાનંદજી ના જીવન સંદેશ આજે યુવાઓ માટે માર્ગદર્શક અને પ્રેરણા છે. ટ્રેડ યુનિયન માં યુવાઓ નો એક આગવો રોલ છે. આજે રેલ્‍વે ના વિકાસ ને જોતા ગૌરવ થાય છે. પણ એ નિર્માણમાં રેલ કર્મચારીઓનું આગવું યોગદાન છે. કાર્યલક્ષી સ્‍કીલ અને આર્થિક ઉપાર્જન માટેની આવનારી ચુનૌતીઓ માટે આજના યુવાનોએ તૈયાર રહેવું પડશે. આ સાથે WRMS ના ડિવિઝન ના સેક્રેટરી અવની ઓઝા, અધ્‍યક્ષ ડી. આર. સોઢા અને WRMS ની ટીમ ને આ સફળ આયોજન બદલ શ્રી કાબરે બિરદાવી હતી.

આ પ્રસંગે ડો.અનામિક શાહ એ પોતાના વક્‍તવ્‍ય માં જણાવ્‍યું કે ભારત ની આઝાદીનો સંઘર્ષ અદભૂત હતો જેમાં મહાત્‍મા ગાંધી ની આગેવાની આપ સર્વે જાણો છો. પણ જો રેલવે માં તેઓ એ મુસાફરી ન કરી હોત તો કદાચ આપણને ગાંધી મળ્‍યાં જ ન હોત. રેલવે અને આપણી આઝાદી ની લડત નો આગવો સબંધ રહ્યો છે. ત્‍યાર પછી રેલ્‍વેનો જે વિકાસ અને તેની ગાથા આગવી અને પ્રેરણાદાયી રહી છે. સમય જતાં આ સંઘર્ષ ને યાદ રાખવા માટે યુવાઓ ને જાણકારી આપતા રહેવું જોઈએ. ટ્રેડ યુનિયન દ્વારા રેલ કર્મચારીઓ ને અનેક પ્રકારના લાભો, પ્રોટેક્‍શન અને ઉચ્‍ચ જીવન ધોરણ અપાવવામાં આવ્‍યું છે એની સંઘર્ષ ગાથા આગવી છે. આજના યુવા રેલ કર્મચારીઓ જો સંગઠન માં સક્રિય રીતે જોડાઈ નહિ રહે તો આવનારા સમયમાં કર્મચારીઓ ના હક માટે અવાજ ઉઠાવનારા કોઈ નહીં રહે. રેલ કામદાર શ્રમિકોનું શોષણ સામે અવાઝ ઉઠાવનારા કોઈ નહીં રહે.

પ્રેસિડેન્‍ટ હિરેન મહેતા એ પોતાના વક્‍તવ્‍ય માં જણાવ્‍યું હતું કે WRMS એ રેલ કર્મચારીઓ માટે સતત કાર્ય કરનારી સંસ્‍થા છે. આપ સર્વે યુવા રેલ કર્મચારીઓ અહીં ઉપસ્‍થિત રહ્યાં એ બદલ અભિનંદન. ટ્રેડ યુનિયન માં યુવા ઓ ની વાત, વ્‍યવહાર અને વફાદારી બહુ જ મહત્‍વ પૂર્ણ હોય છે. નાની નાની તળષ્‍ણા, વ્‍યક્‍તિ ગત મહત્‍વ કાંક્ષા થી ટ્રેડ યુનિયન માં કામ ન થઈ શકે. આજ ના રેલ કર્મી યુવાઓ એ સમજવું પડશે કે જે સમગ્ર રેલ કર્મચારીઓ ના હક અને હિત માટે કામ કરે છે તે સંસ્‍થા ષ્‍ય્‍પ્‍લ્‍ સાથે રહી ને લોકો માટે કાર્ય કરી શકાય છે. કોઈ એક વ્‍યક્‍તિ થી સંસ્‍થા નથી સંસ્‍થા અને સંગઠિત કાર્ય કરનાર લોકો થી સંસ્‍થા મજબૂત રહે છે. મજબૂત સંગઠન, મજબૂત નેતળત્‍વ અને કર્મચારીઓ નો વિશ્વાસ, વફાદારી એક માત્ર રસ્‍તો છે આપડા હક માટે ઓલ્‍ડ પેન્‍શન સ્‍કીમ માટે તથા અન્‍ય માંગો ને પુરી કરવા સંઘર્ષ કરવા માટે નો રસ્‍તો સંગઠન છે આજ ના આ યુવા દિવસ નિમિત્તે વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ તરફ થી આપ સર્વે ને હાર્દિક શુભકામનાઓ.

JCCS ડાયરેક્‍ટર અભિષેક રંજન એ કર્મચારીઓ ના પ્રશ્નો અને સમસ્‍યાઓ ની રજૂઆત કરતા જણાવ્‍યું હતું કે WRMS એક માત્ર સંગઠન જે લગાતાર રેલ કર્મચારીઓ માટે સતત કાર્ય કરે છે અને આજે આપ સર્વે યુવા રેલ કર્મચારીઓ ને અમારું નમ્ર નિવેદન છે કે સંગઠન ની સાથે જોડાયેલા રહો.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા અવની ઓઝા એ જણાવ્‍યું હતું કે રેલ કર્મચારીઓ ના કામ ના કલાકો, વિવિધ એલાઉન્‍સિસ , પેમેન્‍ટ, કાર્યસ્‍થળ ની સુવિધાઓ, QTR અન્‍ય સુવિધાઓ અને તેમના જીવન ધોરણ ને ઉચ્‍ચ સ્‍તરે લઈ જવા જરૂરી આર્થિક ઉપાર્જન વધારવા માટે સંઘર્ષ કરનાર અને આજે પણ કર્મચારીઓના હક માટે જે કામ કરે છે તે એક માત્ર સંગઠન NFIR/WRMS છે. આજે સંગઠન ને યુવાનોની જરૂર છે. અહીં ઉપસ્‍થિત ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, વાંકાનેર, મોરબી, સુરેન્‍દ્ર નગર અને રાજકોટ ના વિવિધ સ્‍ટેશનો થી આવેલા તથા કાર્ય સેવા ના લીધે નહીં આવી શકેલા કર્મચારીઓને યુવા દિવસ નિમિત્તે વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ રાજકોટ ટીમ તરફ થી શુભેચ્‍છાઓ.

 WRMS રાજકોટ ના અધ્‍યક્ષ ડી આર સોઢા એ ઉપસ્‍થિત આમંત્રિત મહેમાનો, ઓફિસ બેરર, યુવા કાર્યકર્તાઓ, ઉપસ્‍થિત રેલ કર્મચારીઓનો WRMS તરફ થી આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત ઉઠાવનાર સમગ્રટીમનું અભિવાદન કર્યું હતું. આ દરમ્‍યાન વર્ષ ૨૦૨૬ ના કેલેન્‍ડરનું શાનદાર વિમોચન કરવામાં આવ્‍યુ હતું. ઉપસ્‍થિત મહેમાનો, કાર્યકર્તાઓ, યુવાઓ ને સ્‍મળતિ ચિન્‍હ આપી આજના આ યુવા દિવસને યાદગાર બનાવ્‍યો હતો.

(3:02 PM IST)