<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

રાજકોટ શહેર સમસ્‍ત મુસ્‍લિમ વાઘેર જમાતના હોદેદારોની વરણી

પ્રમુખ પદે હાજી બુચડ અને ઉપપ્રમુખ પદે યાસીન જસરાયા બીન હરીફ

રાજકોટ : શહેર સમસ્‍ત સુન્ની મુસ્‍લિમ વાઘેર જમાતની એક બેઠક મળી હતી. જેમાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી. બેઠકમાં સમાજના લોકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં. આ બેઠકમાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે બુચડ હાજીભાઇ ઇલ્‍યાસભાઇ, ઉપપ્રમુખ જસરાયા યાસીનભાઇ આમદભાઇ, મહામંત્રી જસરાયા દિલાવર જુમાભાઇ, મંત્રી સોઢા સલીમભાઇ સાલેમામદભાઇ, ખજાનચી તરીકે સિકાર ફરીદભાઇ તૈયબભાઇ, સભ્‍યો તરીકે પારા ઇસ્‍માઇલભાઇ હનીફભાઇ, કકલ જાકીરભાઇ અબ્‍બાસભાઇ, સુમારીયા સાલેમામદભાઇ, આમદભાઇ, કકલ મામદભાઇ ઇબ્રાહીમભાઇ અને જગીયા ઓસમાણભાઇ ઇસાભાઇ અને છેર સલીમભાઇ અયુબભાઇનો સમાવેશ થાય છે.

(4:03 PM IST)