News of Tuesday, 13th January 2026
પશ્ચિમ વિસ્તારની ૨૮ સોસાયટીના અશાંતધારાની મૂદત આજે રાત્રે પૂરીઃ સરકારે લંબાવવા અંગે હજુ કોઇ નિર્ણય લીધો નથી!!
તંત્ર- સબરજીસ્ટ્રાર કચેરીઓ મુંઝવણમાં: આજે બપોર બાદ જાહેરનામા અંગે શકયતા

રાજકોટ તા.૧૩: રાજકોટ શહેરમાં સામાજિક સંતુલન જળવાઈ રહે અને મિલકતોના ખરીદ-વેચાણમાં થતી ગેરરીતિઓ અટકે તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની ૨૮ જેટલી સોસાયટીઓમાં અશાંત ધારાની મુદત આજે રાત્રે પૂર્ણ થઈ રહી હોવાથી, તેને વધુ બે વર્ષ માટે લંબાવવા રાજ્યના ગળહ વિભાગને ૧થી ૧ાા મહીના પહેલા દરખાસ્ત મોકલવામાં આવી છે. પરંતુ હજુ સુધી ગળહ વિભાગ દ્વારા કોઈપણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી જેમના કારણે તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં વર્ષ ૨૦૨૧ની ચૂંટણીઓ દરમિયાન સૌ પ્રથમવાર આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદાની વર્તમાન મુદત ૧૩ જાન્યુઆરીના રોજ એટલે કે આજે પૂર્ણ થઈ રહી છે. પરંતુ ગળહ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી તેમ જ વધારા અંગે હજુ સુધી કોઈ પણ નોટિફિકેશન પણ ગળહ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી નથી જેના કારણે હવે જોવાનું રહ્યું છે કે મુદત વધારવામાં આવશે કે નહીં જો વધારવામાં ન આવે તો આગામી દિવસોમાં શું કરવું સહિતના મુદ્દે તંત્ર પણ ગડમથલમાં છે.
રાજકોટના પヘમિ અને અન્ય વિસ્તારોની કુલ ૨૮ સોસાયટીઓ આ સુરક્ષા કવચ હેઠળ આવશે, જેમાં નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ થાય છે. છોટુનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, નિરંજની સોસાયટી, આશુતોષ સોસાયટી, સિંચાઈ નગર, સ્વસ્તિક સોસાયટી, આરાધના સોસાયટી, દિવ્ય સિદ્ધ સોસાયટી, પ્રગતિ સોસાયટી, જીવનપ્રભા, અંજની સોસાયટી, કળષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગવાડી વિસ્તાર, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, રાજ નગર, અલકાપુરી સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઇન્કમ ટેક્સ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટીનો સમાવેશ થાય છે.
(4:00 PM IST)










