તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 13th January 2026
રૈયાધારમાં દેશીદારૂની ભઠ્ઠી ચલાવતો મનીષ સોલંકી પકડાયો
ડીસીબી ઝોન-રની એલસીબીના પી.એસ.આઇ આર. એમ. ઝાલા તથા ટીમનો દરોડોઃ રૂા. ૬૦ હજારનો મુદ્દામાલ કબજે

રાજકોટઃ તા.૧૩, શહેરના રૈયાધારમાં મારવાડીવાસમાં ડીસીપી ઝોન-ર ની એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા શખ્સને પકડી લઇ રૂા.૬૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ કરનારા તેમજ જુગારના કેસો શોધી કાઢવામાટે પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, એડીશનલ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા ઝોન-રના ડીસીપી રાકેશ દેસાઇની સૂચનાથી એલસીબીના પીએસઆઇ આર.એચ. ઝાલા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળતા રૈયા ધારમાં મારવાડીવાસ શેરી નં. પ માં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો મનીષ દિનેશભાઇ સોલંકી (ઉ.વ.ર૮)(રહે. રૈયાધાર, મારવાડી વાસ, શેરી નં. પ) ને પકડી લઇ દેશી દારૂનો જથ્થો તથા ૧ર૦૦ લીટર આથો તથા સાધનો મળી રૂા.૬૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ કામગીરી પી.અસ.આઇ. આર.એચ.ઝાલા, એ.એસ.આઇ. હરપાલસિંહ જાડેજા, હેડ કોન્સ. હેમેન્દ્રભાઇ વાધિયા, કોન્સ. પ્રકાશભાઇ સોલંકી, શીવભદ્રસિંહ ગોહેલ દ્વારા કરવામાં આવી હતી.
(4:00 PM IST)










