તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th January 2026
શહેરીજનોને ચાઈનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ટાળો
શહેરીજનોને ‘‘મકરસંક્રાંતિ'' પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવતા મેયરસહિતના પદાધિકારીઓ પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે એનિમલ હેલ્પલાઈનને તાત્કાલિક જાણ કરવા જેવી ખાસ તકેદારી રાખવા પદાદ્યીકારીઓએ અપીલ કરેલ છે

રાજકોટઃતા.૧૩ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા શહેરીજનોને ‘‘મકરસંક્રાંતિ''પર્વની શુભેચ્છા પાઠવતા જણાવે છે કે, સમગ્ર ભારત વર્ષમાં ‘‘મકરસંક્રાંતિ'' પર્વ અનેકવિધ રીતે ઉજવાય છે. ગુજરાતમાં ‘‘મકરસંક્રાંતિ''ને ઉતરાયણ કહેવાય છે. સંક્રાતિ એટલે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં પ્રવેશ કરવો તે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી વિદાય લઈ મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે ‘‘મકરસંક્રાંતિ'' તરીકે ઓળખાય છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ સહેજ ગતિ કરે છે. ઉત્તર તરફ નમે છે. એટલે ઉત્તરાયણ પણ કહેવાય છે. શહેરીજનોને આ ઉત્સવની મોજ, મસ્તી અને માહાત્મ્ય સાથે આકાશમાં અવનવી-રંગબેરંગી પતંગ ચડાવતી વખતે ચાઈનીઝ દોરી તથા તુક્કલ ઉપયોગ ન કરીએ, વિજ તારથી દૂર રહીએ, અગાસી પર કુદાકુદ ન કરીએ, કપાયેલ પતંગ પકડવા માટે દોટ ન કરીએ, અગાસી પર સાથે રહેલ નાના બાળકોનું ખાસ ધ્યાન રાખીએ, આ દિવસે ઘરની બહાર નીકળતી વખતે પતંગની દોરીથી ઇજા ન થાય તે માટે કપડાથી પોતાનું મો તથા ગળું ઢાંકીને નીકળીએ, પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે એનિમલ હેલ્પલાઈનને તાત્કાલિક જાણ કરીએ જેવી ખાસ તકેદારી રાખવા અપીલ સાથે ફરી ‘‘મકરસંક્રાંતિ'' પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે
(3:34 PM IST)










