તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 13th January 2026
શહેરના ૧૩૦૪ બાંધકામો ઇમ્પેકટ ફીનો લાભ લેવા જતા અટવાયાઃ ફાયર એનઓસી નથીઃ ડિમોલીશન થશે
રહેણાંકમાંથી કોમર્શીયલ કર્યુ પણ ફાયરના નિયમો મુજબ કન્ટ્રકશન ન હોવાથી અરજીઓ રદઃ નોટીસ

રાજકોટ, તા.૧૩: રાજ્ય સરકાર દ્વારા અનઅધિકળત બાંધકામો કાયદેસર કરવા માટે નિયમ હેઠળ ઇમ્પેકટ ફી કાયદો અમલમાં મૂકયો છે. જે અંતર્ગત વધારાના બાંધકામ કરનાર ફાયર એનઓસીમાં આવતા હોય તેવા એકમોએ ઇમ્પેકટ ફીનો લાભ લઇ ફાયર એનઓસી માટે અરજી મૂકી હતી. પરંતુ ઇમ્પેકટ ફીમાં નિયમ મુજબ થયેલા વધારાના નવા બાંધકામો ફાયર એનઓસીના નિયમોમાં ફીટ ન બેસતા અનેક અરજદારોએ ફાયર ઓનઓસી મેળવવા માટે ઇમ્પેકટ ફીનો લાભ લીધો હતો. પરંતુ ફાયર એનઓસી માટે જરૂરી બાંધકામ ન હોય ૧૩૦૦થી વધુ બાંધકામોને ફાયર એનઓસી મળી શકે તેમ નથી.
આ અંગે મનપાના સુત્રોમાંથી મળતી વિગત મુજબ રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંધકામોને નિયત કરવા માટે ઇમ્પેકટ ફી કાયદો અમલમાં મૂકી પૈસા રળવાનું શરૂૂ કર્યુ હતું. જેના લીધે કોમર્શિયલ બાંધકામોમાં આંધાધૂંધી સર્જાઇ હોવાનું જાણવા મળેલ છે. રહેણાંકના એકમો માટે ઇમ્પેકટ ફી કાયદો ફાયદા રૂપ નિવડયો છે. પરંતુ કોમર્શિયલ બાંધકામોની પછેળી દબાણી હોય તેમ ઇમ્પેકટ ફીનો લાભ લઇ વધારાનું બાંધકામ કર્યા બાદ ફાયર એનઓસી માટે અરજી કરવામા આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ દરમિયાન મોટાભાગના એકમોમા કરેલા વધારાના બાંધકામો ફાયર એનઓસીના નિયમોને અનુરૂપ ન હોવાથી ફાયર એનઓસી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
ગેમઝોન દુર્ઘટના બાદ સરકાર દ્વારા ફાયર સેફટીના નવા નિયમો અમલમાં મૂકયા છે. તે સમયે ફાયર એનઓસી વિહોણા અનેક એકમો સીલ કરવામાં આવ્યા હતા. અને હવે ઇમ્પેકટ ફી હેઠળ થયેલા વધારાના બાંધકામો પૈકી અનેક બાંધકામોમા એકઝીટ ગેઇટ તેમજ ડબલ સીડી અને આગળ પાછળ મૂકવામાં આવતી જગ્યાઓ તેમજ બાંધકામોના ઇસ્યુ ઉભા થયા છે.
જેના કારણે આ પ્રકારના બાંધકામોને ફાયર એનઓસી મળવા પાત્ર નથી. ફાયર વિભાગના સત્તાવાર આંકડા મુજબ ઇમ્પેકટ ફીનો લાભ લેનાર અને વધારાનું બાંધકામ મંજૂરી વગર કરી નાખ્યુ હોય તેવા હાલના ૧૩૦૦થી વધુ આસામીઓએ ફાયર એનઓસી માટે અરજી કરેલ જે સ્થળ તપાસ દરમિયાન ફાયર વિભાગે ના મંજૂર કરી વધારાના બાંધકામો દૂર કરવાની સુચના આપી છે. આ પ્રકારના બાંધકામો દુર નહી થાયતો ટૂંક સમયમાં ડિમોલીશેન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશેનું મનપાના સુત્રો પાસેથી જાણવા મળેલ છે.(૬.૧૮)
૨.૩૦ કલાકે સેન્સેકસ ૬૦૩ પોઇન્ટ ઘટીને ૮૩૨૭૪ : નીફટી ૧૬૯ પોઇન્ટ ઘટીને ૨૫૬૨૨ ઉપર છે : ફાર્મા ક્ષેત્રના શેર્સ તુટયા : આજે રોકાણકારોના વધુ ૩ લાખ કરોડ ડુબ્યા : બજારોમાં ભારે વેંચવાલી
(3:46 PM IST)










