<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

શહેરીજનોને મકરસંક્રાંતિ ના પાવન પર્વની શુભેચ્‍છા પાઠવતા ઉદય કાનગડ

નફરતને અલવિદા કહીએ, પ્રેમની દોરી જોડીએ, સમરસતા-સદભાવનો પતંગ લહેરાવીએ

રાજકોટઃ તા.૧૩, વિધાનસભા ૬૮-રાજકોટના ધારાસભ્‍ય ઉદય કાનગડએ શહેરીજનોને મકરસંક્રાતિ પર્વની શુભેચ્‍છા આપણા જણાવ્‍યું છે કે સંક્રાતિ એટલે ગતિ, એક સ્‍થાનમાથી બીજા સ્‍થાનમાં પ્રવેશ કરવો તે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી વિદાય લઈ મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલે મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે.   ઉતર તરફ નમે છે, એટલે ઉતરાયણ પણ કહેવાય છે.સૌનો પ્રિય તહેવાર એટલે ઉતરાયણ આપણા દેશમાં રાષ્‍ટ્રીય, સામાજીક અને ધાર્મિક એમ ત્રણ પ્રકારના તહેવારો વર્ષ દરમિયાન ઉજવાય છે. તેમાં ઉતરાયણને આપણે સામાજિક તહેવાર કહી શકીએ કેમ કે સમાજના નાના-મોટા, અબાલ-વળધ્‍ધ,સ્ત્રી અને પુરૂષ, શ્રીમંત અને ગરીબ, દરેક સમાજનો લોકો માટે આ તહેવારનું પોતપોતાની રીતે આગવું મહત્‍વ છે.મકરસંક્રાંતિના દિવસે વહેલી સવારથી આકાશમાં પતંગયુધ્‍ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પંતગોથી છવાઈ જાય છે. ઠેર-ઠેર‘‘કાપ્‍યો છે'' ના નાદથી અગાસી-છત-ધાબા ગુંજી ઉઠે છે અને જનસમુદાય પરિવાર- મિત્રવર્તુળની સંગાથે આ તલ-ચીકી-જીંજરાની જયાફત ઉડાવી પતંગોત્‍સવના આ પર્વને રંગેચંગે માણે છે.

(3:48 PM IST)