તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 15th January 2026
શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિની સમજ જરૂરી : પૂ. પારસમુનિજી : જુઓ વિડિયો
જૈન સંત ‘અકિલા'ના આંગણે : લાઇવ ઇન્ટરવ્યૂ માણો તમારા આરાધ્ય દેવ તમને મદદ કયારે કરે ? : નકારાત્મક ઉર્જા દૂર કરવા ઘરે કેવો પ્રયોગ કરાય ? : સકારાત્મક માઇન્ડ સેટ કેવી રીતે થાય ? : પૂ. પારસમૂનિજીએ અગમ-નિગમની અલભ્ય ચર્ચા કરી

રાજકોટઃ જૈન સંત પૂ. પારસમુનિ મ.સા. આજે ‘અકિલા' ના આંગણે પધાર્યા હતા. સતત સાધના-ચિંતનમાં રત રહેતા પૂ. મુનિજીનો આજે લાઇવ ઇન્ટરવ્યૂ ‘અકિલા' દ્વારા કરવામાં આવ્યો હતો. દેશ-વિદેશના અસંખ્ય દર્શકોએ લાઇવ ઇન્ટરવ્યૂનો લાભ લીધો હતો. પૂ. પારસમુનિજીનું પરંપરાગત સ્વાગત ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાએ કર્યું હતું. લાઇવ ઇન્ટરવ્યૂમાં પૂ. મુનિશ્રીએ અગમ-નિગમની અલભ્ય વાતો કરીને જ્ઞાન વહાવ્યું હતું. ધાર્મિક- આધ્યાત્મિક પંથના યાત્રીઓ માટે માર્ગદર્શન સમાન ઇન્ટરવ્યૂ હતો. સાધકને આરાધ્યદેવનો સહયોગ કયારે મળે? તંત્ર વિરોધ શું છે? મંત્ર કેવી રીતે કામ કરે? નકારાત્મક ઉર્જાથી મુકત થવાનો પ્રયોગ ઘરમાં જ કરી શકાય છે. સકારાત્મક માઇન્ડ સેટ જાતે જ કેમ થઇ શકે? આવા અનેક રસપ્રદ પ્રશ્નોના જવાબ પૂ. પારસમુનિજીએ આપ્યા હતા. પૂ. મુનિજી એક વર્ષની મોૈન સાધનામાં જઇ રહ્યા છે. આ સંદર્ભે ‘અકિલા' સાથે ગહન ચર્ચા કરી હતી. સાધના શા માટે ગુપ્ત રાખવી જોઇએ? ઉર્જાની ચોરી પણ સંભવ બને છે? આવા અનેક સવાલોના રસપ્રદ જવાબ હજુ આપ માણી શકો છો. ઇન્ટરવ્યુનો સંપુર્ણ વિડીયો લીન્ક https://www.facebook.com/share/v/1Ew2DUPPEy/ પર ઉપલબ્ધ છે. તસ્વીરોમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રા સાથે પૂ. પારસમુનિજીના દર્શન થાય છે. સાથે જૈન ઇન્ટરનેશનલ વેલ્ફેર ઓર્ગેનાઇઝેશનના ટ્રસ્ટી તથા પ્રમુખ મયુરભાઇ શાહ, ટ્રસ્ટી અજયભાઇ ભીમાણી અને જૈન અગ્રણી વી.ટી. તુરખીયા હાજર રહયા હતા. (તસ્વીરઃ અભિષેક બગથરીયા)
(3:06 PM IST)










