તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
તોપખાનામાં એકવીસ વર્ષના કોલેજીયન યુવાન બે બહેનના એકના એક ભાઇ વંશનો આપઘાત
મકર સંક્રાંતિના દિવસે માતા નોકરી પર હતાં, પિતા બહારથી આવ્યા ત્યારે લટકતો મળ્યો સગાઇ થઇ ગઇ હતી અને આગામી સમયમાં લગ્ન હતાં: પરિવારમાં કાળો કલ્પાંત

રાજકોટ તા. ૧૪: શહેરના જામનગર રોડ પર તોપખાનામાં રહેતાં ૨૧ વર્ષના કોલેજીયન યુવાને મકર સંક્રાંતિના તહેવારને દિવસે જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ યુવાન બે બહેનનો એકનો એક નાનો ભાઇ અને માતા-પિતાનો આધારસ્તંભ હતો. તેની સગાઇ થઇ ગઇ હતી અને ટુંક સમયમાં લગ્ન કરવાના હતાં. જાણવા મળ્યા મુજબ તોપખાના શેરી નં. ૪માં રહેતાં વંશ સુરેશભાઇ ઝાલા (ઉ.વ.૨૧) નામના યુવાને સંક્રાંતિના દિવસે બપોરે ત્રણેક વાગ્યે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.
વંશ બે બહેનથી નાનો હતો અને કોમ્પ્યુટરનું કામ કરવા સાથે કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા ફોટોગ્રાફી અને વિડીયો શુટીંગનું કામ કરે છે. જ્યારે માતા રંજનબેન એઇમ્સમાં નોકરી કરે છે. પિતા સુરેશભાઇ ઝાલાએ જણાવ્યું હતું કે હું સગાને ત્યાં ગયો હતો. બપોરે ત્રણેક વાગ્યે ઘરે આવ્યો ત્યારે દરવાજો બંધ હતો. મારા પત્નિ નોકરીએ હતાં. દરવાજો ખખડાવવા છતાં દિકરા વંશે ખોલ્યો નહોતો, આથી મેં ફોન જોડયો હતો. પણ ફોન લાગ્યો નહોતો. અંતે બેરલ ઉપર ચડીને બારીમાંથી જોતાં દિકરો લટકતો જોવા મળ્યો હતો. જેથી દરવાજો તોડી બેભાન હાલતમાં નીચે ઉતારી હોસ્પિટલે ખસેડયો હતો. પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વંશની સગાઇ થઇ ગઇ હતી. આગામી સમયમાં લગ્ન કરવાના હતાં. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તેની અમને જાણ નથી. તેમ પિતાએ વધુમાં કહેતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.
(2:15 PM IST)










