<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

રૈયાધારમાં જુના મનદુઃખને લીધે સંક્રાંતિને દિવસે કોૈશલ પર પડોશી ભાઇઓનો હુમલો

કોૈશલના મોટા બાપુના ઘરે અગાઉ ભાવેશ અને સચીને માથાકુટ કરી હોઇ તે કારણે ઠપકો આપ્‍યો હતોઃ ખાર રાખી લોખંડ અને પ્‍લાસ્‍ટીકના પાઇપથી ફટકારી ધમકી દીધી

રાજકોટ તા. ૧૫: શહેરના રૈયાધાર વિસ્‍તારમાં રાધીકા પાન પાસે રહેતાં યુવાન પર જુના મનદુઃખને લીધે પડોશમાં જ રહેતાં બે ભાઇઓએ લોખંડ અને પ્‍લાસ્‍ટીકના પાઇપથી હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર રાધીકા પાન પાસે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં કોૈશલ નિતીનભાઇ મકવાણા (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી તેના પડોશમાં જ રહેતાં ભાવેશ પ્રવિણભાઇ વોરા તથા સચીન પ્રવિણભાઇ વોરા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. કોૈશલ મકવાણાએ પોલીસને જણાવ્‍યું હતું કે આશરે પંદર દિવસ પહેલા તેમના મોટા બાપુ દિનેશભાઈના ઘરે ભાવેશ વોરા અને સચીન વોરા ગયા હતા અને ત્‍યાં તોડફોડ કરી હતી. તે સમયે તેણે આ બંનેને ફોન કરીને ઠપકો આપ્‍યો હતો.  બાદમાં તે મેટરમાં સમાધાન થઈ ગયું હતું. તેમ છતાં, આરોપીઓએ આ વાતનું મનદુઃખ રાખ્‍યું  હતું. સંક્રાંતિની સવારે  સવારે અગિયારેક વાગ્‍યાના અરસામાં જ્‍યારે કોૈશલ અને તેના પત્‍નિ વંદનાબેન ઘરે હતા, ત્‍યારે ભાવેશ  વોરા નંબર પ્‍લેટ વગરના બુલેટ પર અને સચીન વોરા રિક્ષા નં. જીજે૦૩બીટી-૧૬૫૮ લઇને આવ્‍યો હતો. બાદમાં આ બંનેએ પંદર દિવસ પહેલા તે અમને ફોન કેમ કર્યો હતો?ૅ તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી.

કોૈશલે જ્‍યારે એ વાતનું તો આપણે સમાધાન થઈ ગયું હતું તેમ કહેતા બંને આરોપીઓ ઉશ્‍કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્‍યા હતા. આ પછી બંનેએ લોખંડ અને પ્‍લાસ્‍ટીકના પાઇપથી હુમલો કરી કોૈશલને આડેધડ માર માર્યો હતો. હુમલા બાદ કોૈશલે ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરતા બંને આરોપીઓ ત્‍યાંથી ભાગી ગયા હતા. ત્‍યારબાદ આરોપીઓએ મોબાઈલ નંબર પરથી ફોન કરીને કોૈશલને ગાળો આપી હતી અને તને તો આજે જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી. યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જે.એલ. બાળાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:07 PM IST)