તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
જંગલેશ્વર ક્ષેત્રના હજુ ૩૯૦ આસામીઓએ નોટીસનો જવાબ આપ્યો નથી : હવે કલમ ૨૦૨ હેઠળ કાર્યવાહી
ત્રણ - ત્રણ નોટીસ આપવા છતા અનેક લોકો ન આવ્યા : હવે કલેકટરના નિર્ણયની રાહ...

રાજકોટ, તા.૧૫: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી માલિકીના પ્લોટ પર થયેલા ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ મામલે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૧૩૫૮ જેટલા આસામીઓને કાયદેસરની નોટિસ આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં સરકાર હસ્તકના પ્લોટ પર કબજો જમાવી બેઠેલા આસામીઓને કલમ ૬૧ હેઠળ નોટિસ પાઠવવામાં આવી હતી.
પ્રથમ તબક્કાની નોટિસમાં ૧૩૫૮ આસામીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જેમાંથી ૩૯૦ આસામીઓએ મામલતદાર સમક્ષ પોતાના પઝેશન અને ઓકયુપેશન અંગેના જવાબો રજૂ કર્યા છે.
બાકી રહેલા ૯૬૮ આસામીઓએ કોઈ જવાબ ન આપતા તેમને બીજી તક રૂપે ફરી નોટિસ આપવામાં આવી હતી.
બીજી નોટિસ બાદ વધુ ૫૭૮ આસામીઓએ પોતાના પક્ષ રજૂ કર્યા છે.
તંત્રના જણાવ્યા અનુસાર, હજુ પણ અંદાજે ૩૯૦ જેટલા આસામીઓએ કોઈ પ્રતિસાદ આપ્યો નથી. આથી, તેમને ત્રીજી નોટિસ પાઠવીને પોતાનો પક્ષ રજૂ કરવાની અંતિમ તક આપવામાં આવી હતી. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ આસામીઓને સાંભળવાનો અને જમીન પરના તેમના હક્ક અંગેની સ્પષ્ટતા મેળવવાનો છે.
તમામ પક્ષોને સાંભળ્યા બાદ, જે આસામીઓ જમીન પર પોતાનો કાયદેસરનો હક્ક સાબિત કરવામાં નિષ્ફળ રહેશે, તેમને કલમ ૨૦૨ હેઠળ નોટિસ પાઠવીને દબાણ દૂર કરવાની અંતિમ કાર્યવાહી કરવામાં આવશે.
(3:01 PM IST)










