તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
સ્વ.જયસિંંહજી રાઠોડ (ચીનુભાઈ)ની જન્મતિથિએ સુંદરકાંડના પાઠ અને પ્રાર્થના સાથે ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ

રાજકોટ : સ્વ. જયસિંહ ભીમજીભાઈ રાઠોડ (ચીનુભાઈ)ની જન્મતિથિ નિમિત્તે ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ધાર્મિક અને આધ્યાત્મિક ભાવના સાથે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અકિલાના મોભી શ્રી કિરીટ કાકા, ધનસુખ ભાઈ ભંડેરી (ભાજપ અગ્રણી), મુકેશભાઈ દોશી (પૂર્વ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), વલ્લભભાઈ કથીરીયા (રાષ્ટ્રીય ગૌરક્ષક સમિતિ), સિદ્ધાર્થભાઈ પરમાર, ધીરુભાઈ રોકડ (રોકડ ગ્રુપ), જમનભાઈ પટેલ (ડેકોરા ગ્રુપ), હિરેન ભાઈ મેહતા ઈશ્વરભાઈ જગાણી, જીતુભાઈ ભટ્ટ, હરીશચંદ્રસિંહ જાડેજા, પરેશભાઈ ગજેરાની પ્રત્યક્ષ હાજરી તેમજ વિરેન્દ્રસિંહ ઝાલા, હિતેશભાઈ બગડાઈ, કશ્યપ શુક્લ વગેરેની પરોક્ષ હાજરી સાથે તેમને વિડીયો મોકલીને શુભેચ્છા પાઠવી હતી. તેમજ અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. સૌએ સ્વ. જયસિંહને ભાવપૂર્વક યાદ કરી તેમની જીવનયાત્રા અને સમાજ પ્રત્યેની સેવા અંગે સ્મરણ કર્યું હતુ. તેમના આ જન્મદિનની ઉજવણી ઓરા પાર્ટી પ્લોટ, ન્યારી ડેમ રોડ, કાલાવડ રોડ પર કરવામાં આવી હતી. જ્યાં સુંદરકાંડના પાઠ રિધમ ઠક્કર એન્ડ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા. સુંદરકાંડ પાઠ બાદ સદ્દગતના આત્માને શાંતિ મળે તે માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં ભાવિકજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહેમાનો અને પરિવારજનોએ ભાવસભર વાતાવરણમાં સ્વ. જયસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
(3:11 PM IST)










