<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

કરો જલ્‍સા... રવિવારથી ફરી સ્‍ટ્રીટ ધમધમશે

રેસકોર્ષ સ્‍થિત આર્ટ ગેલેરી સામે તા.૧૮ થી દેશી રમતો રમાશેઃ મનપાના સહયોગથી મિશન સ્‍માર્ટ સીટી ટ્રસ્‍ટ દ્વારા આયોજન શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરીજનોને લાભ લેવા અનુરોધ

રાજકોટ, તા., ૧પઃ  મહાનગર પાલિકાના સાથ સહયોગથી ‘મિશન સ્‍માર્ટ સિટી ટ્રસ્‍ટ' દ્વારા આગામી તા.૧૮ જાન્‍યુ.ને રવિવારના રોજ સમય સવારે ૦૮.૦૦ કલાક થી ૧૦.૦૦ કલાક સુધી, ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી સામે, રેસકોર્સ ખાતે હેપ્‍પી સ્‍ટ્રીટ (ફ્‌ન સ્‍ટ્રીટ)નું આયોજન કરવામાં આવેલ છે.તેમ મેયર સહિતના પદાધિકારીઓએ જણાવ્‍યું હતું.

હેપ્‍પી સ્‍ટ્રીટ(ફન સ્‍ટ્રીટ)નો લાભ લેવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ શહેરીજનોને અનુરોધ કરતા જણાવે છે કે, આજના મોબાઇલ યુગમાં જ્‍યારે મોટાભાગના લોકો મોબાઈલમાં ખોવાયેલા રહેતા હોય છે ત્‍યારે આપણી વિસરાય ગયેલ શેરી રમતોને પુનઃજીવિત કરવા માટે આ રમતો આ ફન સ્‍ટ્રીટમાં જોવા મળશે મ્‍યુઝિકલ ચેર, લંગડી, કોથડા દોડ, લીંબુ ચમચી, લખોટી, ભમરડા, ગોળ કુંડારા, ચેસ, કેરમ, સાપ સીડી, લુડો, ડાંસ ગરબા સહિત વિવિધ રમતો હેપ્‍પી સ્‍ટ્રીટ (ફન સ્‍ટ્રીટ)માં જોવા મળશે.

હેપ્‍પી સ્‍ટ્રીટ (ફન સ્‍ટ્રીટ)માં ભાગ લેવા માટે વિનામૂલ્‍યે પ્રવેશ આપવામાં આવશે પરંતુ પરિવાર સિવાય આવનાર વ્‍યક્‍તિએ ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે જે સુરક્ષા વિભાગ અથવા પોલીસ દ્વારા માંગવામાં આવે ત્‍યારે પોતાનું ઓળખકાર્ડ બતાવવાનું રહેશે.

આ હેપ્‍પી સ્‍ટ્રીટ (ફન સ્‍ટ્રીટ)ને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા મ્‍યુનિ.કમિશનર તેમજ ‘મિશન સ્‍માર્ટ સિટી ટ્રસ્‍ટ' (ચિત્રનગરી)ના જીતુભાઈ ગોટેચા સહિત તેમની ટીમના વિવિધ સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ હેપ્‍પી સ્‍ટ્રીટ (ફન સ્‍ટ્રીટ)નો લાભ લેવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને અનુરોધ કરવામાં આવે છે.

(3:56 PM IST)