<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

રાજકોટ જિલ્લા પેન્‍શનર્સ મંડળની રરમીએ વાર્ષિક સાધારણ સભા

વિવિધ ઠરાવો પસાર થશે, સરકારમાં કરાયેલ રજુઆત અંગે ચર્ચા કરાશેઃ ૭૦ વર્ષથી વધુ ઉંમરના ૧૦૦ વડીલો અને દાતાઓનું સન્‍માનઃ સંગીતના કાર્યક્રમનું પણ આયોજન

રાજકોટઃ તા.૧પ, રાજકોટ જિલ્લા પેન્‍શનર્સ અને સિનિયર સિટીઝન સમાજની વાર્ષિક સાધારણ સભા તા. રર જાન્‍યુઆરી ગુરૂવારના સવારે ૯ કલાકે શ્રી પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ, આલાપગ્રીન સીટી સામે, રૈયા રોડ ખાતે ગરિમાપૂર્ણ રીતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં વરિષ્‍ઠ સભ્‍યોને મનગમતા ‘‘ંગીત કાર્યક્રમ'' અને સ્‍વરૂચિ ભોજન સમારંભ સાથે યોજાશે.

કાર્યક્રમમાં ઉધ્‍ધાટક તરીકે ગુજરાત રાજય સામાન્‍ય વહીવટ વિભાગનાં સંયુકત નિયામકશ્રી જયેશભાઇ હિન્‍ડોચા અને રાજકોટ જિલ્લાનાં મુખ્‍ય તિજોરી અધિકારી શ્રી પી.એમ. જાડેજા ઉપસ્‍થિત રહેશે.

મુખ્‍ય વકતા તરીકે જાણીતા કેળવણીકાર  અને વિચારક્રાંતિના પ્રણેતા શ્રી ગીજુભાઇ ભરાડ ઉપસ્‍થિત રહી જાણકારી અને માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મુખ્‍ય હિસાબી અધિકારીશ્રી વી.સી. ગઢવી તેમજ અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લાનાં અધિક તિજોરી અધિકારીશ્રી સી.એમ. વાછાણી અને શ્રી પી.જી. ચૌહાણ ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમમાં મંડળના ૭૦ વર્ષથી વધુ ઊંમરના ૧૦૦ ભાઇ-બહેનોનું શાલ ઓઢાળી સન્‍માનપત્ર એનાયત કરવામાં આવશે. સાથે કાર્યક્રમમાં સહયોગ આપનાર દાતાઓનું પણ વિશેષ સન્‍માન કરવામાં આવશે. 

કાર્યક્રમમાં નોંધણી કરાવેલ તમામ ભાઇઓ-બહેનો સભ્‍યશ્રીને સવારે આઠ વાગ્‍યે સ્‍થળ પર પહોંચવા અનુરોધ કરાયો છે. નવા સભ્‍ય તરીકે નોંધણી માટે મંડળના કાર્યાલય પર ભાવનગરનો ઉતારો, નશાંબંધી  કચેરી નીચે, ત્રિકોણબાગ, રાજકોટ ખાતે અને કાર્યક્રમનાં સ્‍થળ પર પણ થઇ શકશે. એક પીપીઓ નકલ, એક ફોટો અને પાંચસો રૂપિયા આજીવન સભ્‍ય ફી રાખવામાં આવી છે, આ સિવાય વ્‍યકિતગત આર્થિક સહયોગ સ્‍વીકારાશે.

કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પેન્‍શનર્સ મંડળના પ્રમુખશ્રી હારિતસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ કાનગડ, કે.આર. જીતીયા, નરેન્‍દ્રભાઇ વિઠ્ઠલાણી તથા મહામંત્રી એમ.પી. મહેતા તથા સમગ્ર કારોબારી જહેમત ઉઠાવી રહી છે. કાર્યક્રમની વિશેષ જાણકારી અને માર્ગદર્શન માટે શ્રી પિયુષભાઇ હિન્‍ડોચા મો. નં. ૯૪૨૮૪ ૬૫૯૮૭ પર સંપર્ક કરવા જણાવાયું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજકોટ જિલ્લા પેન્‍શનર્સ સમાજના હોદ્દેદારો સર્વશ્રી હારિતસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ કાનગડ, નરેન્‍દ્રભાઇ વિઠ્ઠલાણી, પિયુષભાઇ હિન્‍ડોચા, હર્ષદભાઇ વ્‍યાસ, હરીભાઇ વેકરીયા અને કિશોર જોષી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:58 PM IST)