News of Friday, 16th January 2026
શાપર-વેરાવળના કારખાનેદાર સાથે ઓનલાઇન છેતરપીંડી
એફ.આર.પી. મેવોલ કવર ખરીદ કરવાનુ કહી નેપાળ બોર્ડરની એપ્રુવલ માટે ઓનલાઇન રૂપિયા મંગાવી ઠગાઇ કરી

રાજકોટ, તા.૧૬: શાપર-વેરાવળના કારખાનેદાર સાથે ઓનલાઇન છેતરપીંડી થતા પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં રોયલ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝનામનું કારખાનુ ધરાવતા ગોૈતમભાઇ મગનભાઇ રામાણી, રહે, રાજકોટ, મવડી ચોકડી, ક્રિષ્ના પાર્ક સોસાયટી, શેરી નં.૧૨એ વિશાલ પટેલ નામ ધારણ કરેલ ભકિત રે. કામમંડુ નેપાળ સામે શખ્સ-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ વિશાલ પટેલ નામ ધારણ કરેલ વ્યકિતએ ઓનલાઇન અમારા ધંધા અંગે માહિતગાર થઇ બાદ અમોને વો ટ્રસ એપ કોલ કરી અમારી પાસેથી મોટા પ્રમાણમાં એફ.આર.પી. મેવોલ કવર ખરીદ કરવાની વાત કરી બાદ નેપાઇ બોર્ડરની ગવર્મેન્ટ એપ્રુવલ લેવા માટે તેમજ સર્ટીફીકેટર કઢાવવા સારૂ રૂ.૫૩૦૦/- નોન લાઇન ચુકવવા પડશે તેમ કહી અમોને વિશ્વાસમાં લઇ રૂ.૫૩૦૦/- મારા તથા ભાઇના બેન્ક એકાઉન્ટમાંથી મેળવી બાદ ફોન રીસીવ નહી કરી છેતરપીંડી કરી હતી આ અંગે શાપર-વેરાવળ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.
(1:59 PM IST)










