<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મીલપરામાં બીમારીથી કંટાળી ૧૦૦ વર્ષના કંકુબેનનું પહેલા માળેથી પડી જતા મોત

વૃધ્‍ધાના મૃત્‍યુથી પરિવારમાં આક્રંદ

રાજકોટ, તા.૧૬: મીલપરામાં શેરી નં. ૧૩માં રહેતા ૧૦૦વર્ષના વૃધ્‍ધાએ બીમારીથી કંટાળી પહેલામાળેથી અગાશી પરથી પડી જતા  તેને ઇજા થતા મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ કાંન્‍તા સ્‍ત્રીવિકાસ ગૃહ મેઇન રોડ મીલપરા શેરી નં.૧૩માં રહેતા કંકુબેન મનજીભાઇ મંજુરાસ (ઉ.વ.૧૦૦) ગઇકાલે બપોરે પોતાના ઘરે હતા ત્‍યારે તેણે પહેલા માળે અગાશીપરથી પડી જતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી બનાવ બનતા પરિવારજનો તથા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા  બાદ વૃધ્‍ધાને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.એમ. મકવાણા તથા સટાફે સ્‍થળપર પહોંચી પરિવારજનોના નિવેદન નોંધી તપાચસ હાથધરી હતી મૃતક કંકુબેનને ચાર પુત્તર અને ચાર પુત્રી છે. વૃધ્‍ધના મૃત્‍યુથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

બીમારીના કારણે મહિલાનું મોત

ગોંડલ ચોકડી પાસે રિધ્‍ધી સિધ્‍ધી પાર્ક શેરીનં.૪માં રહેતા ત્‍યારે બીમારીના કારણે એકાએક  બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.  ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. મૃતક મહિલાને સંતાનમાં બે પુત્ર છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે તપાસ હાથધરી છે.

(2:01 PM IST)