News of Friday, 16th January 2026
લાઇટીંગવાળા પતંગ ઉડાડીને મકરસંક્રાંતિની ઉજવણી

મકરસંક્રાંતિ પર્વની મીમીક્રી આર્ટીસ્ટ અને જાદુગર ઉમેશભાઇ રાવના દિકરા ડી.જે. તુષાર રાવએ અનોખી ઉજવણી કરી હતી. રેસકોર્ષ ખાતે આયોજીત પતંગ મહોત્સવ દરમિયાન તુષાર રાવે પીવીસી પાઇપનો ઉપયોગ કરીને ૧૪×૧ર ફૂટની પતંગનું નિર્માણ કરીને ૪૦૦ ફૂટ ઉંચે ઉડાડી હતી. આ પતંગ બનાવવા કોથળાના સણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જયારે મકર સંક્રાતિના રાત્રીના પતંગ દોરી તથા ફીરકીમાં લાઇટીંગનો ઉપયોગ કરીને પતંગ ઉડાડી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.
(2:08 PM IST)










