તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 16th January 2026
રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા રવિવારે ૩૦મી વાર્ષિક સભાઃ કર્મચારીઓનો સન્માન સમારોહ
તેજસ્વી બાળકોને શિલ્ડ, પ્રમાણપત્ર : નિમણુંક અને બઢતી પામેલા અધિકારીઓનું સન્માન

રાજકોટ, તા. ૧૬ : રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વર્ષ ર૦ર૪-રપ ની હિસાબી વર્ષની સાધારણ સભા તા. ૧૮ ને રવિવારે બપોરે ૪:૩૦ કલાકે ક્રિષ્ના પાર્ટી પ્લોટ, વગડ ચોકડી, મવડી, પાળ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
આ સાધારણ સભામાં કર્મચારીઓના તેજસ્વી બાળકોનું સન્માન, ગત વર્ષમાં નિવૃત થયેલા કર્મચારીઓનું સન્માન સાથે આહિર સમાજના વર્ગ ૧ અને ર તરીકે નિમણુંક અને બઢતી પામેલા અધિકારીઓનો સન્માન સમારોહ યોજવામાં આવશે. સાથે આ વર્ષના નવનિયુકત તમામ કર્મચારીઓને આવકારવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારી મંડળના પ્રમુખ ભાનુભાઇ મિયાત્રા, મંત્રી કિરીટભાઇ મૈયડ, મહેશભાઇ ચાવડા, રમેશભાઇ બોરીચા, પુંજાભાઇ વરૂ, રાજેશભાઇ ડાંગર, પ્રો. કે. આર. રામ, અજીતભાઇ લોખીલ, કાનાભાઇ રામ, પ્રણવભાઇ પંચોલી, ભરતભાઇ કાનગડ મંડળના પૂર્વ પ્રમુખ પ્રો. રમેશભાઇ ડાંગર, મનસુખભાઇ બાળા, કમલેશભાઇ બાબરીયા, નિર્મળભાઇ મેતા તથા ધીરૂભાઇ ડાંગર, જેઠસુરભાઇ ગુજરીયા, સુભાષભાઇ ડાંગર, કરશનભાઇ મેતા, રાવતભાઇ ડાંગર, ચંદુભાઇ મિયાત્રા, દિલીપભાઇ ચૌહાણ તથા સભ્યો વિજયભાઇ કભરવાડીયા, સંદિપભાઇ અવાડીયા, પ્રકાશભાઇ મંઢ, સંજયભાઇ ચાવડા, વનરાજભાઇ ચાવડા, ગૌતમભાઇ ચાવડા, પ્રવિણભાઇ મેતા, નિકુલભાઇ આહીર, સંજયભાઇ હુંબલ, વિજયભાઇ મેતા, જયપાલભાઇ બરાળીયા, પ્રવિણભાઇ જીલરીયા, ચીરાગભાઇ ગરૈયા, રાજેશભાઇ ચાવડા, પાર્થભાઇ મૈયડ, ચીરાગભાઇ કાનગડ, જશુભાઇ રાઠોડ, વિજયભાઇ જે. હેરભા, કમલેશભાઇ કુગશીયા, ઉદયભાઇ ડાંગર, મહેશભાઇ ચાવડા, વિનયભાઇ ચાવડા, ધવલભાઇ મેતા, હરદેવભાઇ ચાવડા, ચંદ્રેશભાઇ પરડવા, મયુરભાઇ બોરીચા, રવિભાઇ કામલીયા, પ્રકાશભાઇ મંઢ, ભૂપતભાઇ છૈયા, રાહુલભાઇ ભુતૈયા, ભાવેશભાઇ ચાવડા, નારણભાઇ પંપાણીયા, હિતેશભાઇ સોલંકી, પ્રકાશભાઇ મિયાત્રા, જયેશભાઇ ડાંગર, નિલેશભાઇ મકવાણા, દિપેશભાઇ બાબરીયા, સંજયભાઇ બોરખતરીયા, ભીમભાઇ ડાંગર, નારણભાઇ કુવાડીયા, રામભાઇ લાવડીયા, ઉદયભાઇ ખાટરીયા, કપીલભાઇ રામ જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળના હોદ્દેદારો સર્વશ્રી ભાનુભાઇ મિયાત્રા, કિરિટભાઇ મૈયડ, રમેશભાઇ બોરીચા, મનસુખભાઇ બાળા, ચંદ્રેશભાઇ પરડવા, ચિરાગભાઇ ગેરૈયા, સંદિપભાઇ અવાડીયા, મહેશભાઇ ચાવડા, જેઠસુરભાઇ ગુજરીયા, સંજયભાઇ ચાવડા અને પ્રો. કે. આર. રામ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:33 PM IST)










