<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

‘આપ' દ્વારા કાલે વોર્ડ નં. ૧૮માં પરિવર્તન સભા

ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, હેમંત ખવા સહિતના નેતાઓ જાહેર સભા સંબોધશે

રાજકોટઃ આમ આદમી પાર્ટી રાજકોટ શહેર દ્વારા આવતીકાલે તા. ૧૭,શનિવારના વોર્ડ નં. ૧૮ માં રાત્રે ૮ વાગ્‍યે પરિવર્તન સભાનું આયોજન કરેલ છે.

આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ ઇસુદાનભાઇ ગઢવી, વિસાવદર વિધાનસભાના ધારાસભ્‍ય ગોપાલભાઇ ઇટાલીયા, જામજોધપુર-લાલપુર વિધાનસભાના ધારાસભ્‍ય હેમંત ખવા, ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી મનોજભાઇ સોરઠીયા તેમજ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ વગેરે નેતાઓ ઉપસ્‍થિત રહેવાના છે.

આ પરિવર્તન જન સભાનું સ્‍થળ સુરભી પોસીબલ પાસે, રોલેક્ષ રોડ, કોઠારિયા રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. શહેર અધ્‍યક્ષ દિનેશભાઇ જોશી દ્વારા અખબારી યાદીમાં જાહેર આમંત્રણ પાઠવાયું છે.

તસ્‍વીરમાં ‘આપ' ના આગેવાનો દિનેશભાઇ જોષી, શિવાલાલ બારસીયા, રાહુલભાઇ ભુવા, સંજયસિંહ વાઘેલા, દિલીપસિંહ વાઘેલા અને કે.કે. પરમાર નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:35 PM IST)