<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મેટોડા સ્‍થિત જયોતિ સીએનસી ખાતે કાલે રકતદાન કેમ્‍પઃ સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે આયોજન

 

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભ આશયથી,શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના વિશેષ સહયોગથી, જયોતિ સી.એન.સી. દ્વારા તા. ૧૭ શનિવાર, સવારે ૯ થી સાંજે પ વાગયા સુધી જયોતિ સી.એન.સી. યુનિટ નં.૩, ગેટ નં.ર ના છેવાડે, જી.આઇ.ડી.સી. મેટોડા, રાજકોટ ખાતે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં જયોતિ સી.એન.સી.ના પરાક્રમસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, વિક્રમસિંહ રાણા, જયોતિ સી.એન.સી. પરિવાર, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના વિનય જસાણી, સિવિલ હોસ્‍પિટલ બ્‍લડ બેંકના એમ.ડી પેથોલોજીસ્‍ટ ડોકટર્સની ટીમ માનદ્દ સેવા આપશે. રકતદાતાઓને બોહળી સંખ્‍યામાં રકતદાન કરવા વિનંતી કરાઇ છે

(2:35 PM IST)