<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

રાજકોટ જિલ્લા કોંગ્રેસની ૩૩ સભ્‍યોની ટીમ જાહેર

૧૦ ઉપપ્રમુખ, ૧૦ મહામંત્રી, ૫ મંત્રી, ૪ સંગઠન મંત્રી, ૩ કારોબારી સભ્‍ય અને ૧ કાર્યાલય મંત્રીના નામ જાહેર

રાજકોટ : એ.આઇ.સી.સી. દ્વારા ‘‘સંગઠન સુજન અભિયાન'' માટે ગુજરાતને પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે પસંદ કરવામાં આવ્‍યું છે ત્‍યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિાતિના પ્રમુખ અમીતભાઇ ચાવડાની  મંજુરીથી રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેષ વોરા દ્વારા ૩૩ સભ્‍યોનું જિલ્લાનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્‍યું છે. જેમાં ૧૦ ઉપપ્રમુખ, ૧૦ મહામંત્રી, ૫ મંત્રી, ૪ સંગઠન મંત્રી, ૩ કારોબારી સભ્‍ય અને ૧ કાર્યાલય મંૂત્રીના નામ જાહેર કરવામાં આવ્‍યા છે.

રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે યતીશ દેસાઇ, જયન્‍દ્રસિંહ ચોૈહાણ, કૃષ્‍ણકાન્‍તભાઇ ચોટાઇ, પીનલબેન સાવલિયા, મુકેશભાઇ કાણોતરા, વિપુલભાઇ બાવળિયા, મૈયાત્રા જયેશભાઇ, મનહરસિંહ જાડેજા, શીવાભાઇ બચુભાઇ સીપરીયા, ઘનશ્‍યામસિંહ ઝાલાની નિયુક્‍તિ કરાઇ છે.

જ્‍યારે મહામંત્રી તરીકે ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા, કાનજીભાઇ રાદડિયા, લલીતભાઇ પટોળીયા, જયસુખભાઇ પારઘી, રણજીતભાઇ ગોહિલ, ગોવિંદભાઇ પરમાર, અરવિંદભાઇ રાજપરા, જસવંતસિંહ હડીયલ, વિપુલભાઇ વોરા, જયશ્રીબેન બગડાની નિયુક્‍તિ કરાઇ છે. તેમજ મંત્રી તરીકે ઝપડિયા વિપુલભાઇ, ભુપતભાઇ કનેરિયા, જયદીપભાઇ વસોયા, સુરેશભાઇ છાયાણી, મેઘજીભાઇ ચાવડાની નિયુક્‍તિ કરાઇ છે. સંગઠન મંત્રી તરીકે  ગોપાલભાઇ સલાટ, મનોજભાઇ વાઘેલા, મનસુખભાઇ કટીર, પ્રવીણભાઇ ચોૈહાણ જ્‍યારે કારોબારી સભ્‍ય તરીકે રફીકમીયા મજીદમિયા, જયંતીભાઇ ગોહીલ, નયનભાઇ જીવાણીની જયારે કાર્યાલય મંત્રી અને મીડિયા ઇન્‍ચાર્જ તરીકે ગોપાલભાઇ મોરવાડિયાની નિમણુક કરાઇ છે.

(2:47 PM IST)