News of Friday, 16th January 2026
રાજકોટ વાલ્મિકી સમાજ ડિજિટલ સર્વે ર૦ર૬ વેબ પોર્ટલનું રવિવારે લોન્ચીંગઃ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિ
સ્વયંસેવકો ઘરે-ઘરે જઇ વાલ્મિકી સમાજના ભાઇ-બહેનોની અભ્યાસથી લઇ નોકરી વ્યવસાય સહિતની વિગતો એપમાં ભરવામાં આવશેઃ રાજકોટ વાલ્મિકી સમાજ

રાજકોટઃ તા.૧૬, રાજકોટ વાલ્મિકી સમાજ દ્વારા આગામી તા. ૧૮ના રવિવારે રાજકોટ વાલ્મિકી સમાજ ડિજિટલ સર્વે ર૦ર૬ વેબ પોર્ટલનું લોન્ચીંગ કરવામાં આવશે.
કસ્તુરબા રોડ પર આર. વલ્ડ સિનેમા પાસે ૧૮મીના રવિવારે સાંજે પ વાગ્યાથી આયોજીત આ કાર્યક્રમનું ઉદઘાટન ડો. પ્રદ્યુમનવાજા (મંત્રી, સામાજીક ન્યાય અને અધિકારીના પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ-ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ) ના હસ્તે થશે.
આ પ્રસંગે પૂ. ચિમનાજીબાપુ, પૂ. વિજયબાપુ, પૂ. ગોપાલ બાપુ, પૂ. રામદાસ બાપુ, પૂ. મણીદીપદાસજી અને પૂ. અનિલબાપુ આશીર્વચન આપશે. સાંસદ પરષોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ ડિજિટલ એપમાં સ્વયંસેવકો ઘરે જઇ વાલ્મિકી સમાજમાં ડોકટર, એન્જીનીયર, શિક્ષકો, વકીલો, કલાર્ક, ગેજયુએટ, બી.એડ, પી.ટી.સી, ધો. ૧ થી લઇને-કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પટ્ટાવાળા, બિઝનેશમેન, પ્રાઇવેટ નોકરી કરતા બેરોજગારો સહિતની માહિતી એપમાં આપવામાં આવશે.
તસ્વીરમાં વાલ્મિકી સમાજના આગેવાનો સર્વશ્રી મુકેશભાઇ પરમાર, અજયભાઇ વાઘેલા, યતિનભાઇ વાઘેલા, કિરીટભાઇ વાઘેલા, દિનેશભાઇ ગોહેલ, ગૌતમભાઇ ચૌહાણ, ગીરધરભાઇ વાઘેલા, ભરતભાઇ વાઘેલા, રાજેશભાઇ સોલંકી રામભાઇ પરમાર દિલીપભાઇ વાઘેલા, મયુર નારોલા, મુકેશભાઇ ચૌહાણ, કપીલ વાઘેલા અને રતીલાલ વાળોદરા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:02 PM IST)










