તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 16th January 2026
સંક્રાત પછી ઉંધીયુ-ગાંઠીયા- જલેબીના નમુના લેતી ફુડ શાખા!
ઘોડા છુટી ગયા પછી મનપાએ તબેલાને તાળા માર્યાનો ઘાટ : શહેરના આનંદ બંગલા ચોકથી મવડી ચોકડી સુધીના ૯ ખાણી-પીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચના

રાજકોટ તા.૧૬: મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના આનંદ બંગલા ચોક થી મવડી ચોકડી સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૯ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૦૯ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. ઉંધીયુ, ગાઠીયા તથા જલેબીના ૪ નમુના લેવામાં આવ્યા હતા.
ચકાસણી કરેલ ધંધાર્થીઆમાં ખોડિયાર કિરાણા ભંડાર, જલારામ ચીકી, શિવશક્તિ રેસ્ટોરેન્ટ, તુલસી એન્ટરપ્રાઇઝ, જય લાઈવ ચીકી, સીતારામ છોલે ભટુરે, મારુતિ ડેરી ફાર્મ, ક્રિષ્ના પાણીપુરી તથા ભેરુનાથ કોલ્ડ પાણીપુરીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
૪ નમુના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ જેમાં ઊંધિયું સબ્જી (પ્રિપેર્ડ લુઝ): શ્રી પટેલ ચાઇનીઝ એન્ડ સાઉથ ઇન્ડિયન, રાહુલ પ્લાઝા, શોપ નં.૦૧, શ્રી રામ પાર્ક, હરિધવા મેઇન રોડ, કોઠારીયા રોડ, ઊંધિયું સબ્જી (પ્રિપેર્ડ લુઝ) મટુકી રેસ્ટોરેન્ટ, કાલાવડ રોડ, મોટા મૌવા, ફાફડા ગાંઠિયા (ફરસાણ- લુઝ) બજરંગ ફરસાણ, માલાણી કોમ્પ્લેક્ષ, કોટેચાનગર મેઇન રોડ, તથા જલેબી (લુઝ) અમળત સ્વીટસ નમકીન એન્ડ ડેરી ફાર્મ, રેલ્વેસ્ટેશન સામે, ભાટિયા ર્બોડિંગ બાજુમાં, જંકશન પ્લોટ ખાતેથી નમુના લેવામાં આવ્યા હતા.(૨.૧૯)
(3:08 PM IST)










