<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ઇન્‍દિરાનગરમાં ઉતરાયણમાં યુવાન પર હુમલો કર્યા બાદ પાડોશી બંધુસહિત ચાર શખ્‍સે ફરી મારમાર્યો

કૌશલ મકવાણાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ભાવેશ વોરા સહિત ચાર સામે બીજી ફરિયાદ નોંધાવી

 

રાજકોટ, તા.૧૬: રૈયાધાર ઇન્‍દિરાનગરમાં રહેતા યુવાનને ઉત્તરાયણના દિવસે ત્‍યાંજ રહેતા બેભાઇઓએ જુના મનદુઃ ખ સબબ મારમાર્યો હતો. જે અંગે યુવાને ફરિયાદ કરી હતી.બાદ ગઇકાલે આરોપી અન્‍ય ત્રણ અજાણ્‍યા શખસો સાથે યુવાનના ઘરે પહોંચી તેને પાઇપ વડે મારમાર્યો હતો. જે અંગે યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

રૈયાધાર ઇન્‍દિરાનગર બહુચર પ્રોવિઝન સ્‍ટોરની સામે રહેતા કૌશલ નીતિનભાઈ મકવાણા (ઉ.વ. ૨૨) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઇન્‍દિરાનગરમાં રહેતા ભાવેશ પ્રવીણભાઈ વોરા અને ત્રણ અજાણ્‍યા શખસોના નામ આપ્‍યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, ગઈકાલે બપોરના દોઢેક વાગ્‍યે આસપાસ તે તથા તેની પત્‍ની વંદના ઘર પાસે સોસ ખાડો ખોદાવતા હતા દરમિયાન તેને અજાણ્‍યા નંબર પરથી કોલ આવ્‍યો હતો અને ભાવેશ વોરાએ વાત કરી હતી અને કહ્યું હતું કે હું તથા મારા માણસો આવીએ છીએ આજે તો તારા ટાંટિયા ભાંગી નાખવા છે તેવી ધમકી આપી હતી.

થોડીવાર બાદ યુવાનના ઘર પાસે રિક્ષા નંબર જીજે ૩ બીટી ૧૬૫૮ તથા એક નંબર પ્‍લેટ વગરનું બુલેટ આવ્‍યું હતું. જે તેના ઘર પાસે ઉભું રાખી ભાવેશ વોરા તથા ત્રણ અજાણ્‍યા શખસોએ નીચે ઉતરી યુવાન પાસે આવી માથાકૂટ કરવા લાગ્‍યા હતા અને પ્‍લાસ્‍ટિકના ધોકા લઇ તેને માર મારવા લાગ્‍યા હતા. જેથી યુવાન અહીંથી દોડી ઢાળ તરફ ભાગી ગયો હતો અને બાદમાં ૧૧૨ માં કોલ કર્યો હતો અને ૧૦૮ પણ બોલાવી હતી. ત્‍યારબાદ તેને સારવાર માટે હોસ્‍પિટલ લઈ ગયા બાદ તેણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.

યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્‍યું હતું કે, ઉતરાયણના દિવસે તેને ભાવેશ વોરા અને તેના ભાઈ સચિન વોરા સાથે જૂના મનદુઃખ સબબ માથાકૂટ થઈ હોય જે અંગે પોલીસ ફરિયાદ કર્યા બાદ ભાવેશ અવારનવાર ફોન કરી ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપતો હોય અને ગઈકાલે ભાવેશ તથા ત્રણ અજાણ્‍યા શખસોએ અહીં આવી આ હુમલો કર્યો હતો. યુવાનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. (૩.૧૫)

(3:10 PM IST)