<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

વિનોદનગરમાં પાણીના ખાબોચીયા-કચરાના ઢગલાઃ રોગચાળાની ભીતિ

 

રાજકોટઃ  શહેરના વોર્ડ નં. ૧૮ના વિનોદનગર વિસ્‍તારમાં પાણીના ખાબોચીયા સતત ભરાયેલ રહેતા અને કચરાના ઢગલા થતા રોગચાળો વકરવાની ચિંતા સેવાઇ રહી છે. મનપામાં અનેક રજૂઆતો કરવા છતાં કોઇ નિકાલ ન થતાં સ્‍થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું આ તકે વિસ્‍તારના આગેવાન નરેશભાઇ ગઢવી, ભાનુબેન ખોયાણી, દ્રષ્‍ટી સાવલીયા, રાધાબેન , હર્ષ ખોયાણી, ભાનુબેન બસીયા સહિતના હાજર રહયા હતા.

(3:15 PM IST)